પાણી આવ્યા પછી જ પાળ બાંધવા ટેવાયેલુ તંત્ર, મોડે મોડે કચ્છની શાળાના સમયમાં કરાયો ફેરફાર
School Timings : કાતિલ ઠંડીમાં મોટેરાઓ પણ વહેલા ઉઠતા નથી, ત્યારે બાળકોને મજબૂરીમાં વહેલા ઉઠીને શાળાએ આવવુ પડે છે... આવામાં કચ્છએ કરી પહેલ
Trending Photos
Gujarat Weather Alert રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : સુસવાટા મારતા પવનથી રાજ્યમાં આજે પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવામાં કચ્છનું નલિયા સૌથી ઠડુંગાર બન્યું છે. કચ્છ હજી પણ "ટાઢૂંબોળ" છે. શીતનગર નલિયાનું તાપમાન 3.8 ડિગ્રીએ પહોંચી ગયુ છે. તો ભુજ 9.8 અને કંડલાનું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડીથી ક્યારે રાહત મળશે તે ખબર નથી, પરંતુ આવી ઠંડીમાં બાળકોને વહેલી સવારે ઉઠીને શાળામાં આવવુ પડે છે. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીનીના મોત બાદ કચ્છએ શાળાના સમયમાં ફેરફારોની જાહેરાત કરી છે. કચ્છમાં ઠંડીના કારણે માધ્યમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટમાં વિદ્યાર્થીનીના મોત બાદ શિક્ષણ તંત્ર જાગ્યું છે અને કચ્છના શિક્ષણ વિભાગે આ જાહેરાત કરી છે.
ગુરૂવારથી ઠંડીમાં આંશિક રાહત મળે તેવી શકયતા છે. પરંતુ આ પહેલા ઠંડીના કારણે કચ્છના માધ્યમિક શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છ જિલ્લામાં કોલ્ડવેવના કારણે શાળાનો સમય મોડો કરાયો છે. શાળાનો સમય સવારના 8.30 થી બપોરના 2.10 સુધી કરાયો છે. એક અઠવાડિયા માટે સમયમાં ફેરફાર કરાયો છે. બાદમાં શાળાઓ રાબેતા મુજબ ચાલશે.
આ પણ વાંચો :
જોકે, કચ્છના શિક્ષણ વિભાગનો આ નિર્ણય હવે કેટલો યોગ્ય કહેવાય. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છમાં પડે છે. ત્યારે જો પહેલેથી જ આ પ્રકારના નિર્ણય લેવામાં આવે તો વિદ્યાાર્થીઓ સુરક્ષિત રહી શકે છે. પરંતુ પાણી વહી ગયા બાદ પાળ બાંધવાનો શું મતલબ
ભાવનગરમાં પણ સમય બદલાયો
હાલ શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે ઠંડીના માહોલને જોતા ભાવનગર શહેરની મોટાભાગની શાળાઓ માં સમયમાં અડધો કલાકનો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ શાળાઓના મનઘડંત નિર્ણયોના કારણે શાળાએ આવતા નાના ભૂલકાઓ ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે, કડકડતી ઠંડીની બચવા બાળકોને સ્વેટર સિવાય પણ જાકીટ કે અન્ય જાડા ગરમ કપડાં પહેરીને આવવા દેવા જોઈએ જેની સામે ખાનગી શાળાઓ પોતાના નક્કી કરેલા ગરમ કપડાં પહેરીને આવવાની મંજુરી આપી બાળકોને કડકડતી ઠંડી સહન કરવા મજબૂર કરી રહી છે. શહેરના શિવાજી સર્કલ નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલ ખાતે ચેક કરતા બાળકો શાળાએ નિશ્ચિત કરેલા સ્વેટર પહેરીને આવતા જોવા મળ્યા, જે બાબતે શાળાના સંચાલક સાથે વાત કરવાની કોશિશ કરતા તેમણે વાત કરવાની પણ ના ભણી હતી, જ્યારે બાળકોને કોઈ તકલીફ પડશે એના લીધે બાળકોના વાલીઓ પણ તકલીફ હોવા છતાં કઈ બોલવા તૈયાર નથી.
મહત્વનું છે કે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ કાતિલ ઠંડી પડી રહેલી હોવાના લીધે અઠવાડિયા પહેલા જ શાળા સંચાલકોને સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી દીધી હતી... જોકે જિલ્લા શિક્ષણ અધિકારીના સૂચનાની કોઈએ અમલવારી કરી ન હતી..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે