પેપરલિક કૌભાંડનું મોટુ માથુ સુરેશ પંડ્યા પકડાયો, દરેક મીટિંગમા હતો સામેલ
લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો.
એલઆરડી પેપરલિકમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં સુરેશ પંડ્યા નામનો આરોપી ઝડપાયો છે. આ અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક આરોપીઓ પકડાયા છે. ત્યારે હવે સુરેશ પંડ્યાને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પેપર લિક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો. તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે. તો પેપર ફોડનારી ગેંગનો સૂત્રધાર અશ્ચિન શર્માનો ખાસ મિત્ર પણ છે. સુરેશ પંડ્યા નરોડા વિસ્તારમા રહે છે. તેણે ઉમેદવારોને રૂપિયા વેચીને પેપર આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પેપરલિક કૌભાંડમાં કુલ 20 લોકોની ગેંગ હતી, જેમા દિલ્હીની ગેંગ પણ સામેલ હતી. ત્યારે હવે સુરેશ પંડ્યાના પૂછપરછમાં બીજા ખુલાસા પણ થાય તેવી શક્યતા છે. પેપર લિક માટે જે પણ મીટિંગો થઈ હતી, પેપર ક્યાં છપાવવું, ક્યાંથી લિક કરુવં, કોના દ્વારા લિક કરવું, કોના દ્વારા મોકલવું વગેરે અંગે જેટલી પણ મીટિંગો થઈ હતી, તે તમામ મીટિંગમા સુરેશ પંડ્યા હાજર રહ્યો હતો. ત્યારે હવે પોલીસે તેના રિમાન્ડ મેળવી પૂરપરછ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે