રાજુલામાં વહેલી સવારના અંધારામાં સિંહોના આવા દ્રશ્યો દેખાયા, Video

 રાજુલામાં વહેલી સવારના અંધારામાં સિંહોના આવા દ્રશ્યો દેખાયા, Video

ગીર જંગલોમાં ફરતા, શિકાર કરતા, પરિવાર સાથે ફરતા સિંહોના વીડિયો લોકોમાં બહુ પોપ્યુલર છે. આ વીડિયો વાઈરલ થતા વાર લાગતી નથી. ત્યારે હવે રાજુલામાં દેખાયેલા બે સિંહોની વીડિયો વાઈરલ થયો છે.

રાજુલાના કાતર  અને બારમણ ગામની ધાર પર 2 સિંહો દેખાયા છે. ઠંડીના મહોલ વચ્ચે વહેલી સવારે પહેલીવાર આવું દ્રશ્ય રાજુલાના લોકોને જોવા મળ્યું હતું. જેને કારણે જોનારાઓમાં પણ કુતૂહલ સર્જાયું હતું. સિંહો મોટાભાગે રાત્રિના સમયે આ પ્રકારની ઉંચી ધારમાં આરામ ફરમાવતા હોય છે અને ત્યાર બાદ રેવન્યુ વિસ્તારના ગામડામાં શિકારની શોધમાં નીકળે છે. દિવસ દરમિયાનસિંહો સીમ વિસ્તારમાં  રહે છે. ત્યારે આજે આ અદભુત દ્રશ્યો વહેલી સવારે કેમેરા કેદ થયા છે. જોકે વનવિભાગ પણ આ વિસ્તારમાં સિંહોની તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news