હિંમતનગરઃ અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિનું મોત

દંપતિ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

 હિંમતનગરઃ અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિનું મોત

સાબરકાંઠાઃ હિંમતનગરના પીપલોદી પાસે અજાણ્યા વાહને એક એક્ટિવાને અડફેટે લીધું હતું. આ ઘટનામાં એક્ટિવા પર સવાર પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. આ દંપતિ કારરોલના સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનરના સોનાસણમાં રહેતું દંપતિ મંદિરે દર્શન કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન તેમની એક્ટિવાને અજાણ્યા વાહને અડફેટે લેતા બંન્નેના મોત થયા હતા. મૃતક મહિલા હિંમતનગરના બી ડિવિઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં એ અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે 108ની મદદથી બંન્નેના મૃતદેહ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news