ગુજરાતમાં AAP ની ભવ્ય સફળતા પર કેજરીવાલે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા
Trending Photos
- પહેલીવાર આપ પાર્ટી ગુજરાતમાં વિપક્ષ બનશે
- ગુજરાતમાં કોંગ્રેસની બાજી પલટાઈ
- આપ અને અસુદ્દીનની પાર્ટીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો
- બસપાએ પણ 3 બેઠકો પર જીત મેળવી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમા 6 મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Civic Polls) નું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની રાજનીતિ (gujarat politics) માં મોટી નવાજૂની થઈ છે. રાજકારણના ઈતિહાસની આ તારીખ યાદ રાખવી પડશે. પહેલીવાર ત્રીજી રાજકીય પાર્ટી ગુજરાતમાં વિપક્ષ બનવા જઈ રહી છે. ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી (AAP) એ જંગી સફળતા મળી છે. રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગરમાં કોંગ્રેસ ખાસ બેઠકો લાવી શકી નથી. તો સુરતમાં ભૂંડી રીતે હારી છે. અમદાવાદમાં પણ કોંગ્રેસને ફાળે ગણતરીની બેઠકો આવી છે. તો બીજી તરફ અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં ખાસ કંઈ ઉકાળી શકી નથી. મુસ્લિમ વિસ્તારમાં પણ તેનો પ્રભાવ જોવા મળ્યો નથી. આવામાં આમ આદમી પાર્ટી અડીખમ બની છે. જેથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભૂંડી રીતે હાર્યા
કેજરીવાલે કહ્યું, નવી રાજનીતિ માટે અભિનંદન
ગુજરાતના પરિણામો જોતા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વીટ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન. જોકે, કેજરીવાલની આ ટ્વીટ વાયરલ થઈ છે. આ ટ્વીટ પર લોકો તેમને અભિનંદન આપવા લાગ્યા હતા. તો તેને લાઈક્સ પણ મળી રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટી અત્યાર સુધી 23 બેઠકો પર વિજેતા બની છે. તો મતદાનના દિવસે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી કે, એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને...
नई राजनीति की शुरुआत करने के लिए गुजरात के लोगों को दिल से बधाई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 23, 2021
સુરતમાં આપ બન્યું મુખ્ય વિપક્ષ
સુરત મહાનગરપાલિકામાં સત્તા ભલે ભાજપના હાથમાં આવી હોય, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) પણ મુખ્ય વિપક્ષ બનીને ઉભી થઈ છે. ગુજરાતમાં પહેલીવાર ત્રીજી રાજકીય પાર્ટી વિપક્ષ બની છે. સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડવામાં સફળ રહી છે. ઉમેદવારોની પસંદગીમાં પાસ વર્સિસ કોંગ્રેસની લડાઈનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. તો બીજી તરફ, આપ પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયા પણ મૂળ સુરતના છે અને પાટીદાર સમુદાયમાંથી આવે છે. તો સુરતમાં કોંગ્રેસ સાવ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી બની છે.
ઔવેસીનો જાદુ ન ચાલ્યો
2021 ની ચૂંટણીમાં પહેલીવાર અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ એન્ટ્રી કરી હતી. અનેક બેઠકો પર પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. પરંતુ આ પાર્ટી ચૂંટણીમાં ખાસ કંઈ કરી શકી નથી. AIMIM પાર્ટીએ ગુજરાતમાં 21 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ પાર્ટીને એક પણ બેઠક પર સફળતા મળી નથી.
બસપાના ખાતામાં 3 બેઠક
આશ્ચર્ય વચ્ચે જામનગરમાં 3 સીટ પર બસપા (BSP) એ બાજી મારી છે. આ સાથે જ બસપાએ પણ 3 સીટ સાથે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. જામનગરમાં આપ અને એક AIMIM પાર્ટીને લોકોએ જાકારો આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે