JMC Result: જામનગરમાં સતત છઠ્ઠી વખત ભાજપ સત્તામાં, કોંગ્રેસને પ્રજાએ આપ્યો જાકારો

Jamnagar Municipal Corporation Result: જામનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ 50 સીટો જીતી સતત છઠ્ઠીવાર સત્તા કબજે કરી છે. તો કોંગ્રેસને 2015ની ચૂંટણી કરતા પણ ઓછી સીટો મળી છે. 
 

JMC Result: જામનગરમાં સતત છઠ્ઠી વખત ભાજપ સત્તામાં, કોંગ્રેસને પ્રજાએ આપ્યો જાકારો

જામનગરઃ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Jamnagar Municipal Corporation) ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ધમાકેદાર પ્રદર્શન કરી સતત છઠ્ઠી વખત સત્તા કબજે કરી છે. તો કોંગ્રેસ પાર્ટીને અહીં પણ નિરાશા હાથ લાગી છે. 64 સીટો ધરાવતા જામનગર કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી 50 સીટો જીતવામાં સફળ રહી છે. કોંગ્રેસને માત્ર 11 સીટોથી સંતોષ કરવો પડ્યો છે. તો માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી (BSP) ના ખાતામાં ત્રણ સીટ આવી છે. 

જામનગર કોર્પોરેશનમાં ભાજપ સતત છઠ્ઠીવાર સત્તામાં
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તમામ કોર્પોરેશન પર કબજો કર્યો છે. જામનગર કોર્પોરેશન ભાજપનો ગઢ ગણવામાં આવે છે. પાર્ટીએ અહીં સતત છઠ્ઠી વખત સત્તા મેળવવામાં સફળતા મેળવી છે. જામનગરના સાંસદ પૂનમબેન માડન (poonamben madm) એ જીત બાદ મતદારોનો આભાર માન્યો હતો. 

ભાજપે કબજે કરી 50 સીટ
જામનગર કોર્પોરેશનના 16 વોર્ડની કુલ 64 સીટો છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં 50 સીટો પર વિજય મેળવ્યો છે. તો 11 બેઠક કોંગ્રેસ અને ત્રણ બહુજન સમાજવાદી પાર્ટીને મળી છે. આ સિવાય કોઈ પાર્ટી કે અપક્ષ ખાતુ ખોલાવી શક્યા નથી. 

2015ની ચૂંટણીનું પરિણામ
ગત ચૂંટણીમાં એટલે કે 2015ના વર્ષમાં જામનગર કોર્પોરેશનની 64 બેઠકમાંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી. બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.

ભારતીય જનતા પાર્ટીની બેઠક વધી
2021 અને 2015ની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો જામનગર કોર્પોરેશનમાં ભાજપની બેઠકમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીની 12 બેઠક વધી છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટીને 13 બેઠકનું નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news