ગુજરાતમાં અહીં દેખાયા હિન્દૂ-મુસ્લિમ એકતાના દ્રશ્યો! આ રીતે મુસ્લિમ ભાઈએ હિંદુ બહેનનું ભર્યું 12 લાખનું મામેરું

પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં હિન્દુ- મુસ્લિમ ભાઈચારાનો ઉત્તમ કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં વારાહીમાં રહેતા વ્યાસ અલકા બેનને કોઈ ભાઈ ન હોઈ તેમને ધર્મના ભાઈ તરીકે ગામમાં રહેતા મલેક મહમદખાનને ભાઈ બનવ્યો હતો.

ગુજરાતમાં અહીં દેખાયા હિન્દૂ-મુસ્લિમ એકતાના દ્રશ્યો! આ રીતે મુસ્લિમ ભાઈએ હિંદુ બહેનનું ભર્યું 12 લાખનું મામેરું

પ્રેમલ ત્રિવેદી/પાટણ: વારાહીમાં ભાઈ બહેનના સંબંધને  ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે.  જેમાં વારાહીમાં રહેતા હિન્દુ બ્રાહ્મણ બહેનના ઘરે પુત્રના લગ્ન હોય અને તેને કોઈ ભાઈ ન હોવાના કારણે ધર્મના બહેન બનાવ્યા હતા. ત્યારે મુસ્લિમ ભાઈ દ્વારા વાજતે ગાજતે રૂપિયા 6.51 લાખના સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 12 લાખનું સુંદર મામેરું ભરી ભાઈની ફરજ અદા કરી હતી, સાથે હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા હતા.

No description available.

આ પવિત્ર સંબંધના તાંતણે વર્ષોથી બંધાઈ
આ કિસ્સા વિશે વાત કરીએ તો પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં હિન્દુ- મુસ્લિમ ભાઈચારાનો ઉત્તમ કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં વારાહીમાં રહેતા વ્યાસ અલકા બેનને કોઈ ભાઈ ન હોઈ તેમને ધર્મના ભાઈ તરીકે ગામમાં રહેતા મલેક મહમદખાનને ભાઈ બનવ્યો હતો અને આ પવિત્ર સંબંધના તાંતણે વર્ષોથી બંધાઈ રહેવા પામ્યો હતો. 

No description available.

6.51 લાખ અને રોકડ મળી કુલ 12 લાખનું ભવ્ય મામેરું ભર્યું
હવે વ્યાસ અલકા બેનના પુત્રના લગ્ન હોઈ ભાઈ તરીકે  મલેક મહમદખાન દ્વારા ભાઈની તમામ ફરજ અદા કરી હતી. વાજતે ગાજતે ભાઈએ સોનાના દાગીના 6.51 લાખ અને રોકડ મળી કુલ 12 લાખનું ભવ્ય મામેરું ભરી વાજતે ગાજતે આવ્યા હતા. જેમાં સોનાનો હાર 6 તોલા, 2 વીંટી સહિત રોકડ મળી કુલ 12 લાખ રૂપિયાનું મામેરું ભર્યું હતું. આ પ્રસંગે બહેન સહીત પરિવારજનોમાં ખુબ જ આનંદ જોવા મળ્યો હતો.

No description available.

ધાર્મિક એકતાના દર્શન જોવા મળ્યા
અલકા બહેનને કોઈ ભાઈ ન હોઈ ધર્મના ભાઈ દ્વારા સગા ભાઈની જેમ મામેરું ભરી તેની ફરજ અદા કરતા ધાર્મિક એકતાના દર્શન જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news