Success Story: મહેસાણાના એક નાનકડા ગામનો ખેડૂત આજે એક સીઝનમાં કમાય છે લાખોની આવક

શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે બોર ખાવાની સીજન આ ગામના અજયભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે. તેમને પોતાના ખેતરમાં બોરડીઓ વાવી છે અને શિયાળાની સીઝનમાં મબલખ પ્રમાણમાં બોરની ઉપજ મેળવી જાણે છે.

Success Story: મહેસાણાના એક નાનકડા ગામનો ખેડૂત આજે એક સીઝનમાં કમાય છે લાખોની આવક

તેજસ દવે/મહેસાણા: જિલ્લાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામનો ખેડૂત પરિવાર આજે બાગાયતી ખેતી કરી લાખોની કમાણી કરી જાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોણ છે આ ખેડૂત અને કયા ગામે શેની ખેતી કરે છે.

મહેસાણા જિલ્લાનું લાઘણજ ગામ આ ગામના અજયભાઈ વર્ષોથી બાગાયતી ખેતી કરી રહ્યા છે, અને દરેક સીજ્નેબલ ખેતી કરી હાલ મબલખ આવક ઉભી કરી રહ્યા છે. શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે બોર ખાવાની સીજન આ ગામના અજયભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે. તેમને પોતાના ખેતરમાં બોરડીઓ વાવી છે અને શિયાળાની સીઝનમાં મબલખ પ્રમાણમાં બોરની ઉપજ મેળવી જાણે છે. આ બોર મહેસાણા સહીત દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે અને બાગાયતી ખેતી કરી આ ખેડૂત પરિવાર આજે ખુશ જોવા મળી રહ્યો છે.

No description available.

વડવાઓની પરંપરા જાળવી આજે આ ખેડૂત પરિવાર બાગાયતી ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ મહેસાણાના આ બોરની માંગ અનેક રાજ્યોમાં જોવા મળે છે. જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં મહેસાણાના બોરની મજા લોકો હોશે હોશે માણે છે. ગત વર્ષની સરખામણીમાં હાલ બોરના ભાવમાં ઘટાડો જોવા મળી રહયો છે.

ગત વર્ષે 700 થી 800 સુધીના ભાવ સામે ચાલુ સાલે 350 સુધીના ભાવ હાલ મળતા હોવાની વાત ખેડૂત કરી રહ્યા છે, પણ સિઝનની શરૂઆત હોવાથી આગામી દિવસમાં ભાવમાં વધારો જોવા મળશે. એવી વાત ખેડૂત કરી રહ્યા છે. બાગાયતી ખેતીમાં ખેડૂતોને નુક્શાન ના પડતું હોવાની સાથે અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તેવી વાત કરી રહ્યા છે.

આમ મહેસાણાના નાનકડા ગામનો આ ખેડૂત પરિવાર હાલ બોરની ખેતી કરી લાખોની આવક મેળવી જાણે છે અને અન્ય ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવાના મેસેજ સહીત એક સફળ ખેડૂત તરીકેનું ઉદાહરણ પૂરું પાડી જાણે છે તેમ કહીએ તો નવાઈ નહિ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news