Skin Care Tips: ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે કરો સ્કીનની દેખભાળ, Malaika Arora જેવી સ્કીન
Skin Care Tips For Glowing Skin: ઠંડીની સિઝનમાં ચહેરા પરથી નિખાર ગાયબ થઇ જાય છે. જો તમે પણ સ્કીનની ડલનેસથી પરેશાન છે તો તમે કેટલીક રીતોને અપનાવીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે.
Trending Photos
Skin Care Tips For Glowing Skin: ઠંડીની સિઝનમાં ચહેરાથી નિખાર ગાયબ થઇ જાય છે. તો બીજી તરફ હાલમાં સ્કીન ફાટવાની સમસ્યા સામાન્ય છે. જેના લીધે સ્કીન ડલ જોવા મળે છે. એટલા માટે શિયાળાની સિઝનમાં સ્કીન કેર કરવાની વધુ જરૂર હોય છે. આમ એટલા માટે કારણ કે શિયાળાની સિઝનમાં સ્કીન વધુ ખરાબ થવા લાગે છે. જો તમે પણ સ્કીનની ડલનેસથી પરેશાન છે તો તમે કેટલીક રીતો અપનાવીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે આ પ્રકારથી કરો સ્કીનની દેખભાળ
સારી ઉંઘ
રાતની સારી ઉંઘ સ્કીનકેર રૂટીન માટે રામબાણનું કામ કરે છે. ખાસકરીને અંડર-આઇ એરિયાની સારવાર તો સારી ઉંઘ જ છે. આ સ્કીન માટે ચમત્કાર કરે છે. તો બીજી તરફ રાત્રે સારી ઉંઘ હાર્મોન રિકવરી માટે પણ ખૂબ જરૂરી હોય છે કારણ કે આ દરરોજ થનાર સ્કીન ડેમેજને ભરવાનું કામ કરે છે. એટલા માટે રાત્રે સારી ઉંઘ જરૂરી છે.
સ્કીન ક્લીનિંગ (skin cleaning)-
ચહેરાની સફાઇ એટલી જ જરૂરી છે જેટલી હાથોની સફાઇ. એટલા માટે તમારા ચહેરાને માઇલ્ડ ફેસવોશથી ધોવો. તેના માટે તમે એક એવા ક્લીન્ઝરને ખરીદો જેમાં ફોમિંગ ફોર્મૂલા ન હોય.
આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
મોઇસ્ચરાઇઝ (moisturize) કરો
હેલ્ધી ચમકતી સ્કીન મેળવવા માટે સ્કીનને હાઇડ્રેટેડ રાખવી જરૂરી છે. એવામાં તમે હયાલૂરોનિક એસિડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત નારિયેળના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી પણ સ્કીન ગ્લોઇંગ બને છે.
માસ્ક લગાવો
પ્રદૂષણ લેવલ વધ્યા બાદ એક ડીપ ક્લીંઝિંગ માસ્ક ખૂબ જરૂરી છે જે આપણા ચહેરાને ગંદકી બ્લેકહેડ્સને હટાવી શકે. આ તમારી પસંદગી મુજબ હોઇ શકે છે.
સનસ્ક્રીન (sunscreen) છે જરૂરી
સનબ્લોક શિયાળા માટે એટલું જ છે જેટલું ગરમીઓ માટે. તો બીજી તરફ સનસ્ક્રીન ખરીદતી વખતે હંમેશા એસપીએફ 30 થી 50 થી વધુ વાળાને ખરીદો કારણ કે આ ખૂબ અસરકારક હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે