અહો આશ્વર્યમ્ : 7 વર્ષનો મેન્ટલી ડિસેબલ મંત્ર 30 મિનિટમાં કરે 25 આસન
75% ડિસેબીલીટી સાથે જન્મેલો માત્ર 7 વર્ષનો મેન્ટલી ડિસેબલ મંત્ર પટેલ અડધો કલાકમાં 25 આસન કરે છે. જી હાં... આ વાત જાણીને સૌને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. મેડિકલ સાયન્સ પણ ડાઉન સિન્ડ્રોમ નામની બિમારી આગળ ઘૂંટણીયે પડી ચુક્યું છે.
Trending Photos
ચેતન પટેલ સુરત: 75% ડિસેબીલીટી સાથે જન્મેલો માત્ર 7 વર્ષનો મેન્ટલી ડિસેબલ મંત્ર પટેલ અડધો કલાકમાં 25 આસન કરે છે. જી હાં... આ વાત જાણીને સૌને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. મેડિકલ સાયન્સ પણ ડાઉન સિન્ડ્રોમ નામની બિમારી આગળ ઘૂંટણીયે પડી ચુક્યું છે એવી બિમારી સામે કમાલ યોગાએ કરી છે. દોઢ વર્ષમાં શીખેલા યોગાની અસરને કારણે જ મંત્ર આજે શબ્દોને સમજતો થયો છે.
ભગવાન કોઇ વ્યક્તિ પાસેથી કંઈક લે છે ત્યારે તેની સામે છુપી રીતે અનેક કલાઓ આપે છે. જરૂર હોય છે માત્ર આ છુપી કલાઓ કે કાબિલિયત ને ઓળખવાની. અને સુરતના સાત વર્ષના મંત્ર પટેલ જોડે કંઈક આવું જ થયું છે. મંત્રનો જન્મ થયો એ સમયે તે ૩ કિલોનો તંદુરસ્ત બાળક હતો. જો કે દસ દિવસ બાદ અચાનક જ તેનું વજન બે કિલોગ્રામ જેટલું થઈ ગયું હતું. તેના હૃદય અને ડાઉન સિન્ડ્રોમના રિપોર્ટ કઢાવામાં આવ્યા અને જોતા જ તેની ડાઉન સિન્ડ્રોમની બિમારી પરિવાર સામે આવી.
જો કે પરિવારે હિંમત છોડી નહીં અને આજે મંત્ર 7 વર્ષનો થઈ ચૂક્યો છે અને મેન્ટલી એન્સ્ટેબલ હોવા છતાં અડધો કલાકમાં 22થી જેટલા 25 આસન સરળતાથી કરે છે. તેને દરેક આસન યાદ રાખીને કરતા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે તેના જન્મના દર બે મહિને તેને ન્યુમોનિયા થતો હતો અને વર્ષમાં ત્રણવાર હોસ્પિટલમાં દાખલ કરવો પડતો હતો. ધીરે ધીરે મંત્રની ઉંમર તો વધી પરંતુ તેનું વજન માત્ર ચાર કિલોગ્રામ જેટલું જ રહેતું હતું. વર્ષે માંડ એક કિલો વજન વધતું હતું.
ઉલ્લેખનીય છે કે મેડિકલ સાયન્સમાં આ બિમારીની કોઈ દવા નથી. એવી પરિસ્થિતિ માત્ર યોગએ મંત્રની જિંદગી બદલી નાખી છે. જે બાળક એક શબ્દ પણ ઉચ્ચારતો ન હતો તે માત્ર દોઢ વર્ષની યોગાની તાલીમ થી મમ્મી, પપ્પા, ભાઈ, બહેન શબ્દ બોલતો થયો છે. આજે માત્ર યોગાને કારણે 17 કિલોગ્રામ જેટલું થયું છે. જેનો શ્રેય પરિવારે તેના યોગા ટીચર નમ્રતા વર્માને આપ્યો છે. તેમની અથાગ મહેનતે મંત્રને આજે એ લાયક બનાવ્યો છે કે તે પોતાનું કામ જાતે કરી શકે છે. આજે તે ચાલતો, બોલતો અને સમજતો થયો છે.
યોગા ટીચર નમ્રતા વર્માએ કહ્યું કે, શરૂઆતમાં તે કોઇપણ તેના શરીરનો કંટ્રોલીંગ પાવર ન હતો. જેથી અમે ધીરજ રાખીને સૌથી પહેલા તેના શરીરમાં સ્થિરતા આવે તેવી અને ત્યારબાદ મગજની સ્થિરતા માટે કામ કર્યું. દોઢ વર્ષમાં જ તેના શરીરમાં મગજના સેલ એક્ટિવ થયા જેથી તેની કમ્યુનિકેશન સ્કિલ વધી છે. આજે મંત્ર 20 થી 25 જેટલા આસન સરળતાથી કરી લે છે. આવા સ્પેશિયલી એબ્લડ બાળકોને ડિસેબલ માનીને છોડી દેવું યોગ્ય નથી. જો તેઓને ધીરજથી યોગ્ય દિશામાં આગળ વધારો તો તે 100% આગળ વધે જ છે.
પિતા અંકિત પટેલે કહ્યું કે, વર્ષ 2017માં તેની હૃદયની સર્જરી કરાવી છે. મંત્ર તેના જન્મના ચોથા વર્ષે બેસતો થયો હતો અને પાંચમાં વર્ષે તેણે પહેલીવાર ચાલવાનું શરૂ કર્યું હતું. યોગાથી તેનું સ્વાસ્થ્ય ઘણું સારું છે આજે તેના દરેક કામ તે જાતે કરી શકે છે. તેના યોગા ટીચરની મહેનતને કારણે જ આજે તે અમારા બધાનું નામ બોલીને અમારી જોડે વાત પણ કરે છે જે અમારા માટે એક ચમત્કાર જેવું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે