ભારતીય ગુપ્તચર એજન્સીઓેએ આપ્યું એલર્ટ, નેપાળની ઘણી જગ્યાઓ પર ચીનનો ગેરકાયદેસર કબજો


India Nepal China Relations: ચીને નેપાળની સરહદ પર આવેલા 7 જિલ્લાના ઘણા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી લીધો છે. પરંતુ ચીનની આ હરકત બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. 
 

ભારતીય ગુપ્તચર  એજન્સીઓેએ આપ્યું એલર્ટ, નેપાળની ઘણી જગ્યાઓ પર ચીનનો ગેરકાયદેસર કબજો

નવી દિલ્હીઃ સરહદ વિવાદ પર ભારતથી સતત માત ખાઈ રહેલ ચીન હવે ભારત વિરુદ્ધ પોતાની નવી રણનીતિ બનાવવામાં લાગી ગયું છે. હકીકતમાં હવે ચીન નેપાળ દ્વારા ભારતની ગતિવિધિઓ પર નજર રાખવાનો ઈરાદો બાવી રહ્યું છે. તેનું પરિણામ છે કે ચીને નેપાળની સરહદ પર આવેલા 7 જિલ્લાના ઘણા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી લીધો છે. પરંતુ ચીનની આ હરકત બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. 

એજન્સીઓએ સંકેત આપ્યો છે કે ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે અને વધુમાં વધુ નેગાળી સરહદો પર કબજો કરી બારૂદી સુરંગ બનાવી રહ્યું છે. એક આંતરિક ગુપ્તચર એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ચીનની આ હરકત સીધી રીતે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) માટે ખુબ નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે, કારણ કે ચીન નેપાળમાં ચીની કોમ્યુનિસ્ટના વિસ્તારવાદી એજન્ડાને ઢાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

ચીનની હરકતને નેપાળે કરી નજરઅંદાજ
રિપોર્ટ અનુસાર, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સામે ચીનનો જમીન ઝડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેપાળના તે જિલ્લા જે ચીનની જમીન પચાવી પાડવાની યોજનાના શિકાર છે, તેમાં દોલખા, ગોરખા, દારચુલા, હમલા, સિંધુપાલચૌક, સંખુવાસભા અને રસુવા સામેલ છે. ચીને ડોખલામાં નેપાળ તરફ આંતરરાષ્ટ્રીય સરહદ 1500 મીટર આગળ વધારી છે. ડોલખામાં કોરલંગ ક્ષેત્રમાં નંબર 57, જે પહેલા કોરલંગના શીર્ષ પર સ્થિત હતું. ડોલખાની જેમ ચીને ગોરખા જિલ્લા અને સીમા સ્તંભ સંખ્યા 35મા સ્તંભ સંખ્યા 35, 37 અને 38ને સ્થાણાંતરિત કરી દેવામાં આવી છે. 

કૃષિ મંત્રાલયના રિપોર્ટમાં પણ થયો જમીન પચાવી પાડવાનો ખુલાસો
નેપાળનું કૃષિ મંત્રાલય પણ હાલમાં એક રિપોર્ટ લઈને આવ્યું છે જેમાં ચીન દ્વારા જમીન પચાવી પાડવાના મામલાને ઉજાગર કરવામાં આવ્યો છે. મંત્રાલયે ચાર નેપાળી જિલ્લા હેઠળ આવનાર ઓછામાં ઓછા 11 સ્થાનો પર નેપાળી જમીન પર ચીનના કબજા વિશે જાણકારી આપી. આ જિલ્લામાં આવેલા મોટાભાગના ક્ષેત્રો નદીઓના જળગ્રહણ ક્ષેત્રો છે, જેમાં હમલા, કરનાલીમાં ભાગદારે નદીના ક્ષેત્ર સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news