UP: લખીમપુર ખીરીમાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે આંખો ફોડવાની વાત ફગાવી, 2 આરોપી પકડાયા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થઈ છે. જો કે પોલીસે બાળકીની આંખો ફોડવાની અને જીભ કાપી નાખવાની વાતને ખોટી ગણાવી છે.

UP: લખીમપુર ખીરીમાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે આંખો ફોડવાની વાત ફગાવી, 2 આરોપી પકડાયા

લખનઉ: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં હેવાનોએ એક 13 વર્ષની બાળકી સાથે બર્બરતાની તમામ હદો પાર કરી નાખી. રાક્ષસોએ પહેલા તો બાળકી સાથે બળાત્કાર કર્યો અને ત્યારબાદ તેની જીભ કાપી નાખી. શેતાનોની હેવાનિયત તો જુઓ...તેમણે બાળકીની આંખો સુદ્ધા ફોડી નાખી જેથી કરીને તે બળાત્કારીઓના ચહેરા ઓળખી ન શકે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બે આરોપી યુવકોએ પોતાનો ગુનો પણ કબુલ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થઈ છે. જો કે પોલીસે બાળકીની આંખો ફોડવાની અને જીભ કાપી નાખવાની વાતને ખોટી ગણાવી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થઈ ગેંગરેપની પુષ્ટિ
લખીમપુર ખીરીના એસપી સતેન્દ્રકુમારે જણાવ્યું કે પોલીસે તરત કાર્યવાહી કરી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ 15 ઓગસ્ટના રોજ આવ્યો. પોસ્ટમોર્ટમમાં ગેંગરેપની પુષ્ટિ થઈ છે. બંને આરોપીઓને પહેલા તો કલમ 302 અને 376 D હેઠળ ધરપકડ કરીને જેલ મોકલી દેવાયા. 

— KHERI POLICE (@kheripolice) August 16, 2020

હેવાનિયતની તમામ હદો પાર!
પોલીસના જણાવ્યાં મુજબ 14 ઓગસ્ટના રોજ બપોરે બે વાગે પોતાના ઘરેથી શૌચક્રિયા માટે નીકળેલી બાળકી શેરડીના ખેતર તરફ ગઈ હતી ત્યારે આ ઘટના ઘટી. બાળકીના પિતાએ રડતા રડતા કહ્યું કે 'અમે લોકો અમારી પુત્રીને શોધવા માટે શેરડીના ખેતરો બાજુ ગયા તો ત્યાં તેનો મૃતદેહ પડ્યો હતો. બાળકીના પિતાએ  કહ્યું કે હેવાનોએ તેની આંખો ફોડી નાખી હતી. તેના ગળામાં પટ્ટો  બાંધેલો પડ્યો હતો. બાળકીની જીભ પણ શેતાનોએ  કાપી નાખી હતી. ગળામાં પટ્ટો નાખીને તેમણે બાળકીને ઢસડી હતી.' 

— KHERI POLICE (@kheripolice) August 16, 2020

જો કે આ મામલે ખીરી એસપીએ જણાવ્યું કે 'ગઈ કાલે છોકરી 2 વાગે આસપાસ શોચક્રિયા માટે ગઈ તી. ત્યારબાદ તેનો મૃતદેહ મળ્યો હતો. 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. કેસ પોક્સો સંબંધિત હોવાના કારણે NSAની કાર્યવાહી કરી રહ્યાં છીએ. કેટલીક ચેનલો પર ભ્રામક ખબરો ચાલે છે. આંખો ફોડવાની અને જીભ કાપવાની વાત ખોટી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આંખો ફોડવાની અને જીભ કાપવાની વાત નથી. ગળું દબાવવાના કેસમાં જીભ દાંતો વચ્ચે ફસાઈ જાય છે. આ કેસમાં પણ એવું થયું છે. બંને આરોપીઓએ રેપની વાત કબુલી છે.' 

આરોપીઓ પર લગાવવામાં આવ્યો NSA
જિલ્લાના એસપી સતેન્દ્રકુમારે કહ્યું કે આ બિભત્સ રેપ કાંડમાં આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવવામાં આવશે. આ મામલે પહેલા બાળકીના પરિજનોના નિવેદન પર આસાનગર પોલીસ સ્ટેશનમાં લખીમપુર પોલીસે સંતોષ યાદવ અને સંજય ગૌતમ નામના બે યુવકો પર કેસ દાખલ કર્યો હતો. પરિજનોએ જગદીશ, સંતોષ અને સંજય નામના 3 યુવકો પર આરોપ લગાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news