બૂટલેગરોનો ગજબનો જુગાડ, ઘરેલૂ LPG સિલેન્ડરમાં ગેસના બદલે ભર્યો દારૂ, પછી પોલીસે એવી પીતે પર્દાફાશ કર્યો કે...

પીરહબોર પોલીસ સ્ટેશનના પ્રભારી સબીહ ઉલ હકે જણાવ્યું કે પોલીસને કદમ ઘાટ પર દારૂની તસ્કરીની માહિતી મળી હતી. પોલીસ તસ્કરો પર નજર રાખી રહ્યા હતા. ત્યારે સોનપુરથી એક નાવમાંથી શંકાસ્પદ શખ્સ ઘાટ પર ઉતર્યો. તેણે બોરામાં ગેસ સિલેન્ડર રાખ્યો હતો.

બૂટલેગરોનો ગજબનો જુગાડ, ઘરેલૂ LPG સિલેન્ડરમાં ગેસના બદલે ભર્યો દારૂ, પછી પોલીસે એવી પીતે પર્દાફાશ કર્યો કે...

પટણા: આજકાલ બુટલેગરો દારૂ સંતાડવા માટે એવા એવા જુગાડ કરે છે કે તમે સાંભળીને પણ બે ઘડીક તો ડધાઈ જશો. હાલ પટણામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પીરહબોર પોલીસ સ્ટેશનમાં ઘરેલૂ સિલેન્ડરમાં છૂપાવીને કરવામાં આવી રહેલી દારૂની તસ્કરીનો અજીબોગરીબ કેસ નોધાયો છે. 

આ કેસમાં પોલીસે સોનપુર નિવાસી બુટલેગર ભૂષણ કુમારની ઘરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 44 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. પોલીસ અને અન્ય એજન્સીઓની પકડમાંથી બચવા માટે બુટલેગરોએ ગજબનો જુગાડ શોધી નાંખ્યો હતો. જેમાં દારૂ ગેસ સિલેન્ડરમાં છૂપાવીને રાખવામાં આવ્યો હતો. હવે પોલીસ આરોપીઓની પુછપરછ કરી જાણવાની કોશિશ કરી રહી છે કે તેઓ કેટલા દિવસથી આ કામ કરી રહ્યા હતા. તેમના ગ્રાહકો કોણ છે.

નાવમાંથી ગેસ સિલેન્ડર લઈને ઉતર્યો બુટલેગર
પીરહબોર પોલીસ સ્ટેશનના પ્રભારી સબીહ ઉલ હકે જણાવ્યું કે પોલીસને કદમ ઘાટ પર દારૂની તસ્કરીની માહિતી મળી હતી. પોલીસ તસ્કરો પર નજર રાખી રહ્યા હતા. ત્યારે સોનપુરથી એક નાવમાંથી શંકાસ્પદ શખ્સ ઘાટ પર ઉતર્યો. તેણે બોરામાં ગેસ સિલેન્ડર રાખ્યો હતો. પરંતુ પોલીસને શંકા જતા ઘરેલૂ ગેસ સિલેન્ડરની તપાસ કરી તો ચોંકી ગયા હતા. સિલેન્ડરના પાછલા ભાગમાં ઢાંકણું લગાવીને તેમાં દારૂથી ભરેલી કોલ્ડ ડ્રિંકની પ્લાસ્ટિકની બોતલો રાખવામાં આવી હતી. સિલેન્ડરમાં બે લીટરની સાત બોતલો મળી. જ્યારે બોરામાંથી 200 મિલી લીટરની 100 અને અન્ય 50 દેશી દારૂના પાઉચ પણ મળી આવ્યા હતા.

ટેમ્પોથી દારૂની તસ્કરી કરનાર બૂટલેગર સહિત 8ની ઘરપકડ
દારૂની તસ્કરી અને પીનાર વિરુદ્ધ દીધા પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દીધા પોલીસે ટેમ્પોમાંથી દારૂની તસ્કરી કરનાર એક બૂટલેગર સહિત કુલ 8 લોકોને દબોચ્યા છે. તેમાં 6 લોકોની દારૂ પીવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી દારૂ પણ મળી આવ્યો છે. દીધા પોલીસ સ્ટેશનના પ્રભારી રાજ કુમાર પાંડેએ જણાવ્યું કે 11 એપ્રિલે પોલીસની ટીમે વિસ્તારમાં ટેમ્પોથી દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને દબોચ્યો. તેની ઓળખ રામજીચક નિવાસી સુરજ કુમારના રૂપમાં થઈ છે. તેની પાસેથી 250 લીટર દેશી દારૂ મળી આવ્યો છે.

અન્ય કેસમાં ત્રણ લીટર દારૂની સાથે દીધાના પન્નુ માંઝીને પોલીસે ધરપકડ કરી છે. દીધા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પીવાના ગુનામાં 60 વર્ષીય પ્રેમ કુમાર સહિત રાકેશ પોદ્દાર, અનોજ કુમાર યાદવ, ધર્મેન્દ્ર સાવ, વિજય પ્રસાદ, રંજીત કુમાર અને સંજય માંઝીની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news