સંભાળીને ખરીદજો! ગુજરાતના 32 જ્વેલર્સને નકલી સોનું પધરાવતી ટોળકી ઝડપાઈ, આ રીતે કરતી ફ્રોડ

શહેર -જિલ્લામાં જવેલર્સ શોપમાં સોનાના દાગીના ખરીદી તેના બદલામાં 5 થી 7 કેરેટ સોનું અને અન્ય ધાતુના નકલી દાગીના પધરાવી ઠગાઈ કરતી ટોળકીને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંભાળીને ખરીદજો! ગુજરાતના 32 જ્વેલર્સને નકલી સોનું પધરાવતી ટોળકી ઝડપાઈ, આ રીતે કરતી ફ્રોડ

ઝી બ્યુરો/સુરત: સુરત સહીત સમગ્ર રાજ્યના અલગ-અલગ શહેર -જિલ્લામાં જવેલર્સ શોપમાં સોનાના દાગીના ખરીદી તેના બદલામાં 5 થી 7 કેરેટ સોનું અને અન્ય ધાતુના નકલી દાગીના પધરાવી ઠગાઈ કરતી ટોળકીને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 10 .18 લાખનો મુદામાલ ઝડપી પાડી 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 

સુરતમાં છેલ્લા ઘણા સમયથી નકલી દાગીના પધરાવી સોનાના દાગીના ખરીદી કરી લેતી ગેંગનો ત્રાસ સામે આવ્યો છે. મળતી વિગત પ્રમાણે ઉતરાણ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાયો હતો. જે મુજબ પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે બાતમીના આધારે પોલીસે એક ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે લોકેન્દ્ર ઉર્ફે સુરજ ગગનસિંહ ચોકસી, લાલજી બચુભાઈ જાલોધરાને રાજકોટ ખાતેથી અને અન્ય બે ઈસમો કૃષ્નાલ જયેશ દેવહિતકા તથા ઉતપલ સન્યાસી બહેરાને સોનાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. 

આરોપીઓને પૂછપરછમાં સામે આવ્યું હતું કે રાજકોટ ખાતેથી આરોપી બહેરા પાસેથી 916 હોલમાર્ક વાળી ચેન પહેલી નજરે સોનાની પૂરતા વજન વાળી હોય તેવી બનાવડાવતા અને તેમાં સોનું ઓછું અને અન્ય મિશ્ર ધાતુનું પ્રમાણ વધારે રાખી 22 કેરેટ સોનાનો ચેન બનાવી આપતો જે ખરેખર લેબમાં ટેસ્ટ કરાવતા તેમાં સોનાની ગુણવત્તા પાંચથી સાત કેરેટ રાખતા અને આ કામના અન્ય આરોપીઓ આ સોનાની ચેન લઈ ગુજરાત ભરમાં અલગ અલગ જિલ્લામાં જઈ સોનીના દુકાનમાં નવી સોનાની ચેન ખરીદતા અને જૂની ઓછા ગુણવત્તાવાળી સોનાની હોલ માર્કા વાળી ચેન આપી ઓછા ભાવની સોનાની ચેન ઉંચા ભાવે વહેંચી બદલામાં 22 કેરેટની ઓરીજનલ ચેનની ખરીદી કરી દુકાનદાર સાથે છેતરપિંડી કરતા હતા. 

આરોપીઓ આબેહૂબ 22 કેરેટની સોનાની ચેન બનાવતા અને સોનીના દુકાનદારને ખબર ન પડે તેમ ઓછી ગુણવત્તાવાળી ચેઇન પધરાવી દેતા હતા. આરોપીઓ અલગ અલગ જગ્યાએ જઇ ચેઇન વેચતા હતા જેમાં ગુજરાત ભરના જિલ્લાઓમાં ઠગાઈ કરી છે. પોલીસે આ ઘટનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં લોકેન્દ્ર ઉર્ફે સુરજ ગગન સિંઘ ચોકસી લાલજીભાઈ બચુભાઈ ઝાલોદરા વિજયભાઈ જયંતીલાલ રાઠોડ વિશાલભાઈ કિશોરભાઈ થડેશ્વર કૃષ્ણાલ જયેશ દેવહિતકા ની ધરપકડ કરી છે. 

આરોપીઓ સોનીના વેપારી સાથે ઠગાઈ કરતા તે મોડસ ઓપરેન્ડી વિશે નજર કરીએ તો ઉત્કલ બહેરા પાસેથી પહેલા ચેઈન બનાવતા. ત્યારબાદ આ દાગીના કૃણાલ સસ્તા ભાવે ખરીદતો અને લોકેન્દ્ર, લાલજી ,વિજય અને વિશાલને આપતો. આ ચારેય જણ સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જઈ સોનાની નવી ચેઈન ખરીદતા અને બદલામાં 916ના માર્કા વાળી 5 થી 7 કેરેટ સોનાની અન્ય ધાતુ મિશ્રિત ચેઇન વેપારીઓને આપી ઠગાઈ કરતા અને આ રીતે ખરીદેલી ચેઈન પરત કૃણાલને આપતા અને કૃણાલ આરોપીઓને પૈસા આપતો અને સોનાની ચેઈન ફરી કૃણાલ ઉત્કલને આપી દેતો. 

આ ઘટનામાં શેર બજારનું કામ કરતો રાજકોટનો કૃણાલ માસ્ટર માઈન્ડ છે મુખ્ય આરોપી કૃણાલ જ છે. આરોપીઓએ સુરતમાં મોટા વરાછાના સુદામા ચોકમાં કે પ્રકાશ જ્વેલર્સ, વલસાડમાં મણીરત્ન જ્વેલર્સ સહિત અમદાવાદ ,રાજકોટ ,જુનાગઢ, મોરબી, જામનગર, ગોંડલ અને અમરેલીમાં વિવિધ જ્વેલર્સમાં ઠગાઈ કરી છે. હાલ આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news