વડોદરાના 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવીને ઓરેન્જ ઝોનમાં મૂકાયા

વડોદરા શહેરમાં આજે 30 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ મહત્વની જાહેરાત કરી છે. વડોદરાના 27 વિસ્તારને રેડ ઝોનમાંથી હટાવ્યા છે. આ 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. 27 કોરોનાના વિસ્તારોમાં હોટસ્પોટ નાગરવાડા અને સૈયદપુરાને પણ રેડ ઝોનમાંથી હટાવી લેવાયા છે. આ વિસ્તારોમાં 5 એપ્રિલથી 11 મે સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોધાતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. 
વડોદરાના 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવીને ઓરેન્જ ઝોનમાં મૂકાયા

ઝી મીડિયા/બ્યૂરો :વડોદરા શહેરમાં આજે 30 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ મહત્વની જાહેરાત કરી છે. વડોદરાના 27 વિસ્તારને રેડ ઝોનમાંથી હટાવ્યા છે. આ 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. 27 કોરોનાના વિસ્તારોમાં હોટસ્પોટ નાગરવાડા અને સૈયદપુરાને પણ રેડ ઝોનમાંથી હટાવી લેવાયા છે. આ વિસ્તારોમાં 5 એપ્રિલથી 11 મે સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોધાતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. 

હવે સમગ્ર ગુજરાતમાં N-95 માસ્ક માત્ર 50 રૂપિયામાં મળશે

આજે પણ મેડિકલ બુલેટિનમાં એક પણ મોત દર્શાવ્યું નથી
વડોદરામાં કોરોનાના વધુ 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 145 સેમ્પલમાંથી 30 કેસ પોઝિટિવ આવ્યા છે. આમ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 855 થઈ ગઈ છે. કોરોનાથી આજે વધુ 7 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યારસુધી કોરોનાથી વડોદરામાં 499 દર્દીઓ સાજા થયા છે. આજે પણ મેડિકલ બુલેટિનમાં એક પણ મોત દર્શાવ્યું નથી. અત્યાર સુધી વડોદરામાં કુલ 38 મોત છે. 

રવિવારે ગુજરાતમાં કેસનો આંકડો 14 હજારને પાર, 6412 રિકવર દર્દીઓની સામે કુલ મોત 858 

વડોદરાના નાના અને મધ્યમ વેપારીઓમાં સરકારની નિતી પર રોષ જોવા મળ્યો છે. રાજ્યમાં તમામ વર્ગને આર્થિક મદદની જાહેરાત કરી, પરંતુ તેમાં નાના વેપારીઓને કંઈ જ ફાયદો નથી. સરકારે કરેલી જાહેરાતમાં નાના વેપારીઓને બાકાત રખાયા છે. 60 દિવસથી વેપાર ધંધા બંધ હોવાથી વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. વેપારી મંડળના મહામંત્રી રમેશ પટેલે વેપારીઓની વ્યથા સરકાર સામે ઠાલવી છે. સરકારની જાહેરાત માત્ર જાહેરાત રહે છે. બેંકો સરકારની જાહેરાત પ્રમાણે કામ નથી કરતી. બેંકો સરકારનુ કંઈ જ ન સાંભળતી હોવાના કર્યા આક્ષેપ વેપારીઓ કર્યાં છે.

તો બીજી તરફ, આજે  ઝી24 કલાકની ટીમે બજારોમાં રિયાલિટી ચેક કર્યું હતું. આજે પણ બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. વેપારીઓ સહકાર ન આપીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરાવી રહ્યાં. તો સાથે જ નાગરિકો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને ખરીદી કરતા નજરે ચઢ્યા હતા. પોલીસની હાજરી માજ સરકારના નિયમોના ધજાગરા ઉડ્યા તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરાનું તંત્ર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. વેપારી એસોસિએશનના પ્રમુખે નિયમોનું પાલન થઈ રહ્યું હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news