કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :લોકડાઉનમાં સોશિયલ ડિન્સિંગનું પાલન કરાવીને લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે આ છૂટનો સૌથી વધુ લાભ કચ્છીઓએ લીધો છે. કચ્છમાં લોકડાઉન દરમિયા 100થી વધુ લગ્નની શરણાઈ વાગી છે. મામલતદાર દ્વારા લગ્નની મંજૂરી અપાઈ છે. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી વચ્ચે વિધી યોજાઈ હતી. ક્યાંક ધામધૂમથી, તો ક્યાંક સાદગીથી લગ્ન યોજાયા હતા. કોરાનાની મહામારી કારણે લોકડાઉન લાગી જતા લગ્ન સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન-4માં લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. જેથી કચ્છમાં 100થી વધુ લોકોને લગ્ન માટેની મંજુરી આપવામાં આવી હતી. ભૂજમાં 10થી વધુ અને માંડવીમાં 25 સહિત ગાંધીધામ, મુન્દ્રા તેમજ અન્ય તાલુકાઓમાં લગ્ન યોજાયા છે.
1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ
લોકડાઉનમાં લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે, લગ્નોમાં થતો મોટો ખર્ચનો ધુમાડો અટકી ગયો. સામાન્ય પરિવાર પણ પોતાના ઘેર લગ્ન કરે ત્યારે 5 લાખનો ખર્ચ થઈ જતો હોય છે. આર્થિક રીતે સદ્ધર પરિવારના શાહી લગ્ન પણ યોજાય છે. તંત્રની મંજુરી સાથે લોકડાઉન વચ્ચે 100થી વધુ યુગલ પવિત્ર લગ્નના તાંતણે બંધાયા છે.
રાજકોટ : આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી મોટા માંડવાની સરપંચે કરી આત્મહત્યા
તાજેતરમાં જ ભજના ભુજોડી નજીક ખાનગી રિસોર્ટમાં નિયમોનું પાલન ન કરી યોજનાર લગ્ન સામે પોલીસની કડક કાર્યવાહી કર હતી. આ લગ્નનો વીડિયો વાયરલ થયા બાદ બી ડિવીઝન પોલીસ તથા વહીવટી તંત્ર તપાસ માટે પહોંચ્યું હતું.
ઉલ્લેખની છે કે, ગત મહિનામાં કચ્છ જિલ્લામાં લગ્ન માટેની છૂટ દરમ્યાન આવેલી 24 અરજીઓને કેન્સલ કરાઈ હતી. કલેક્ટરે શરતી મંજૂરી પાછી ખેંચી હતી. કચ્છમાં લૉકડાઉન વચ્ચે લગ્ન માટે શરતી મંજૂરી આપવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ મોકૂફ રાખ્યો હતો. જેના બાદ લોકકડાઉન 4મા લગ્નની મંજૂરી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે