30 મેના સમાચાર News

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય ત
દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું બુધવારની રાત સુધીમાં ત્રાટકવાની શક્યતા છે. ભારે વરસાદ સાથે 90 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર દમણ વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. જોકે, આ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતમાં આવે ત્યારે ઘટી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે.  
Jun 2,2020, 8:18 AM IST
‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી
‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’  કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
May 30,2020, 15:07 PM IST
અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
May 30,2020, 14:27 PM IST
ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં આવશે : સૂત્રો
May 30,2020, 12:56 PM IST
ગુજરાતમાં ફરી વાવાઝોડું ત્રાટકી શકે છે, સૌરાષ્ટ્રના બંદરો પર 1 નંબરનું સિગ્લન લગાવાય
May 30,2020, 12:34 PM IST
પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે શરૂ કર્યું એક નોખું અભિય
લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં એક દહેશત ફેલાઇ છે. લોકો ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પૂરાઈ અને ગુંગળામણ અને ડરનો અહેસાસ કરી રહ્યા છે. આવું જવલ્લે જ અનુભવવા મળતું હોય છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઘરમાં પૂરાયેલા માણસની વેદનાને સાંભળી અને પાજંરે પુરાયેલા પક્ષી જે વર્ષોથી ગુલામીમાં જીવન પસાર કરે છે તો એ અબોલ પક્ષીઓની વેદના કેવી હશે આ વિચારને તેમણે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ મુકી અને પક્ષીઓની આઝાદી માટેની એક મુહિમ શરૂ કરી છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
May 30,2020, 11:50 AM IST
પાકિસ્તાનમાં લગ્નમાં ગયેલા ગોધરાના 26 લોકો ફસાયા, પરત આવવા સરકાર પાસે માંગી મદદ
લોકડાઉન ખૂલતા જ અન્ય દેશો, રાજ્યો અને શહેરોમાં ફસાયેલા લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે. 2 માસ અગાઉ આ તમામ લોકો કરાંચીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં જ અટવાયા છે. ગોધરાના તેમના સ્વજનોના ઘણા પ્રયત્નો કરવા છતાં નથી પણ તેઓ વતન પરત આવી શક્તા નથી. પરિવાર વગર જ પાકિસ્તાનમાં અટવાયેલા લોકોએ રમજાન અને ઈદ પણ ત્યાં મનાવી હતી. પરત ફરવા માટે 4 જૂનની અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે ભારત અને પાકિસ્તાનમાં લોકડાઉનની અલગ અલગ તારીખો જાહેર થતા ગોધરાના આ નાગરિકો અટવાયા છે. ત્યારે તેઓએ એક વીડિયો જાહેર કરીને લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ કરવાના પ્રશ્ન અંગે ભારત સરકાર મદદ કરે તેવી અપીલ કરી છે. આ અંગે તેઓએ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને મેઈલથી અનેક વખત જાણ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી. 
May 30,2020, 9:44 AM IST
કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી
લોકડાઉનમાં સોશિયલ ડિન્સિંગનું પાલન કરાવીને લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે આ છૂટનો સૌથી વધુ લાભ કચ્છીઓએ લીધો છે. કચ્છમાં લોકડાઉન દરમિયા 100થી વધુ લગ્નની શરણાઈ વાગી છે. મામલતદાર દ્વારા લગ્નની મંજૂરી અપાઈ છે. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી વચ્ચે વિધી યોજાઈ હતી. ક્યાંક ધામધૂમથી, તો ક્યાંક સાદગીથી લગ્ન યોજાયા હતા. કોરાનાની મહામારી કારણે લોકડાઉન લાગી જતા લગ્ન સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન-4માં લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. જેથી કચ્છમાં 100થી વધુ લોકોને લગ્ન માટેની મંજુરી આપવામાં આવી હતી. ભૂજમાં 10થી વધુ અને માંડવીમાં 25 સહિત ગાંધીધામ, મુન્દ્રા તેમજ અન્ય તાલુકાઓમાં લગ્ન યોજાયા છે. 
May 30,2020, 8:56 AM IST
રાજકોટ : આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી મોટા માંડવાની સરપંચે કરી આત્મહત્યા
May 30,2020, 8:32 AM IST
1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ
સુરતના રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકી ની 61 માર્કેટ ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશનરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે. માર્કેટ ખોલવા અને અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી સોંપવામાં આવી છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી આપવામાં નથી આવી. જ્યારે કે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે. 
May 30,2020, 8:05 AM IST

Trending news