હવે 11 આંકડાનો હશે તમારો મોબાઇલ નંબર, જાણો વિગત

ટ્રાઈએ શુક્રવારે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં દેશમાં 11 આંકડાનો મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. ટ્રાઈનું માનવું છે કે આણ કરવાથી દેશમાં મોબાઇલ નંબરની ક્ષમતા વધારીને 1000 કરોડ થઈ જશે. 

હવે 11 આંકડાનો હશે તમારો મોબાઇલ નંબર, જાણો વિગત

નવી દિલ્હીઃ હવે તમારો મોબાઇલ નંબર 11 આંકડાનો થઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (TRAI)એ શુક્રવારે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં ટ્રાઈએ દેશમાં 11 આંકડાનો મોબાઇલ નંબર ઉપયોગ કરવાની ભલામણ કરી છે. ટ્રાઈ પ્રમાણે 10 આંકડાવાળા મોબાઇલ નંબરને 11 આંકડાના મોબાઇલ નંબરમાં પરિવર્તિત કરવાથી દેશમાં વધુ નંબર ઉપલબ્ધ થઈ જશે. 

દેશમાં મોબાઇલ નંબરની ક્ષમતા વધીને 1 હજાર કરોડ થશે
ટ્રાઈએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે, મોબાઇલ નંબરનો પ્રથમ આંકડો જો 9 રાખવામાં આવે તો 10થી 11 આંકમાં મોબાઇલ નંબર સ્વિચ થવાથી દેશમાં કુલ 10 બિલિયન (1000 કરોડ) નંબરની ક્ષમતા થઈ જશે. ટ્રાઈએ આગળ કહ્યું કે, 70 ટકા યૂટિલાઇઝેશન અને હાલની પોલિસીની સાથે 700 કરોડ કનેક્શન થવા સુધી જ પર્યાપ્ત છે. 

કોલ કરવા સમયે આગળ લગાવવો પડશે '0'
આ સિવાય ટ્રાઈએ ફિક્સ્ડ લાઇનથી કોલ કરવા સમયે મોબાઇલ નંબરની આગળ  '0' લગાવવાની પણ ભલામણ કરી છે. હાલની વાત કરીએ તો ફિક્સ્ડ લાઇન કનેક્શનથી ઇન્ટર-સર્વિસ એરિયા મોબાઇલ કોલ્સ માટે નંબરની શરૂઆતમાં  '0' લગાવવાની જરૂરપડે છે. પરંતુ મોબાઇલ નંબર્સને લેન્ડલઇનથી શરૂઆતમાં ઝીરો લગાવ્યા વગર પણ એક્સેસ કરી શકાય છે. ટ્રાઈએ કહ્યું કે, ફિક્સ્ડ નેટવર્કથી મોબાઇલ પર કોલ કરવા માટે ઝીરો લગાવવો ફરજીયાત થવા પર લેવેલ 2, 3, 4 અને 6માં બધા ફ્રી સબ-લેવલ્સને મોબાઇલ નંબર તરીકે ઉરયોગ કરી શકાશે. 

હેલ્થ સ્કોરના આધારે કરી શકશો જરૂરી સેવાઓનો ઉપયોગ, ચીને લોન્ચ કરી એપ

આવશે નવો નેશનલ નંબરિંગ પ્લાન
આ સિવાય એક નવો નેશનલ નંબરિંગ પ્લાનનું પણ સૂચન પવામાં આવ્યું છે, જેને જલદી ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે ટ્રાઈએ ડોન્ગલ્સ માટે ઉપયોગ થનારા મોબાઇલ નંબરને 10 આંકડાથી વધારી 13 આંકડાનો કરવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news