Sushant Singh Rajput એ 11 જૂને વીડિયો કોલ પર વ્યક્ત કર્યો હતો ડર, જાણો સમગ્ર વાતચીત

જે વ્યક્તિ સાથે સુશાંતે વાત કરી હતી તેણે મોટા ખુલાસા કર્યા છે. વીડિયો કોલમાં સુશાંતના વર્તન અંગે પણ તેણે ચોંકાવનારી વાત કરી છે. 

Sushant Singh Rajput એ 11 જૂને વીડિયો કોલ પર વ્યક્ત કર્યો હતો ડર, જાણો સમગ્ર વાતચીત

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સતત આ કેસમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કેસની તપાસ હાલ CBI અને NCB કરી રહી છે. આ બધા વચ્ચે સુશાંતના પરિવાર સાથે ZEE NEWS એ વાત કરી જેમાં ખુબ જ ચોંકાવનારી માહિતી મળી છે. દિશા સાલિયાનના મૃત્યુ બાદથી સુશાંત સિંહ રાજપૂતની અંદર એક વિચિત્ર ડર પેસી ગયો હતો. 

8 જૂને શું થયું હતું?
8 જૂનના રોજ દિશા સાલિયાનનું મૃત્યુ થયું હતું. 8 જૂને જ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત સાથે લડીને બાન્દ્રાવાળું ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ મીતૂ ઘરે આવી તો સુશાંત સિંહ રાજપૂત ખુબ જ ડરેલો હતો. સુશાંતે મીતૂને કહ્યું કે મારે મારી સિક્યુરિટી વધારવી પડશે. જ્યારે મીતૂએ પૂછ્યું કે એવું તે શું થઈ ગયું, તો તેનો સુશાંત સિંહ રાજપૂતે કોઈ જવાબ આપ્યો નહતો. 

કેમ ડરેલો હતો સુશાંત?
ત્યારબાદ 11 જૂનના રોજ સુશાંત સિંહે પોતાના ઘરના એકદમ નીકટના વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ દમરિયાન પણ સુશાંત ખુબ ડરેલો હતો. સુશાંતે તેના કૌટુંબિક સભ્યને કહ્યું હતું કે 'આ લોકો મને ફસાવી દેશે. આ લોકો ખુબ પાવરફૂલ છે, તે લેપટોપ પણ લઈને જતી રહી છે'. જ્યારે સુશાંત સિંહને પૂછવામાં આવ્યું કે તું આટલો મોટો સ્ટાર છે, કોણ તને ફસાવી દેશે, શેમા ફસાવી દેશે? તો એકવાર ફરીથી સુશાંત સિંહ જવાબ આપ્યા વગર આમતેમ જોવા લાગ્યો હતો. 

આ કૌટુંબિક સભ્યના જણાવ્યા મુજબ જ્યારે સુશાંત ખુબ જ પરેશાન થઈ જતો હતો ત્યારે તે શેવિંગ કરતો નહતો. દિશા સાલિયાનનું મોત 8 જૂનના રોજ થયું હતું, 11 જૂને પણ વાત કરતો હતો ત્યારે તેની દાઢી ખુબ વધી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news