સસ્પેન્ડ થયેલા સાંસદોના ધરણા ખતમ, વિપક્ષ ચોમાસુ સત્રનો કરશે બહિષ્કાર 

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી ઉપલા ગૃહના સદનના આઠ સભ્યોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિપક્ષ કાર્યવાહીનો બહિષ્કાર કરશે. અનેક વિપક્ષી દળોના સભ્યો કોંગ્રેસની આ માંગણી પર તેની સાથે છે.

સસ્પેન્ડ થયેલા સાંસદોના ધરણા ખતમ, વિપક્ષ ચોમાસુ સત્રનો કરશે બહિષ્કાર 

નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માં આજે વિપક્ષી દળોએ 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો મચાવી રાખ્યો છે. વિપક્ષે સભાપતિના નિર્ણયનો વિરોધ કર્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી ઉપલા ગૃહના સદનના આઠ સભ્યોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિપક્ષ કાર્યવાહીનો બહિષ્કાર કરશે. અનેક વિપક્ષી દળોના સભ્યો કોંગ્રેસની આ માંગણી પર તેની સાથે છે. આ બાજુ રાજ્યસભા સાંસદો એ પણ પોતાના ધરણા ખતમ કર્યા છે. તેમનું કહેવું છે કે વિપક્ષે રાજ્યસભામાં કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે આથી આ ધરણાનો કોઈ અર્થ રહેતો નથી. 

— ANI (@ANI) September 22, 2020

આ બાજુ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કહ્યું કે હું સદનનો વરિષ્ઠ સભ્ય છું. સદનમાં જે કઈ થયું તે બદલ મે માફી માંગી હતી. પરંતુ મને કોઈ પ્રતિક્રિયા મળી નહીં. જેનાથી મે પોતાની જાતને અપમાનિત મહેસૂસ કરી. મારી પાર્ટીએ આ સમગ્ર સત્રના બહિષ્કારનો નિર્ણય લીધો છે. 

— ANI (@ANI) September 22, 2020

રાજ્યસભા સાંસદ અને સદનમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી ઉચ્ચ સદનના આઠ સભ્યોના સસ્પેન્શનને પાછું નહીં ખેચાય ત્યા સુધી વિપક્ષ સદનની કાર્યવાહીનો બહિષ્કાર કરશે. શૂન્યકાળ બાદ આઝાદે ઉપલા ગૃહમાં માગણી કરી હતી કે સરકારે એવું બિલ લાવવું જોઈએ કે જે સુનિશ્ચિત કરે કે ખાનગી કંપનીઓ  સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP)થી ઓછા ભાવમાં  ખેડૂતો પાસેથી અનાજ ન  ખરીદે. 

આઝાદે કહ્યું કે સરકારે સ્વામીનાથન ફોર્મ્યુલા મુજબ સમય સમય પર ન્યૂનતમ મૂલ્ય નક્કી કરતા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે એવું લાગે છે કે સરકારેની અંદર તાલમેળનો અભાવ છે. એક દિવસ પહેલા જ કૃષિ બિલો પર પૂરી ચર્ચા એમએસપી પર કેન્દ્રિત રહી અને તેના બીજા દિવસે સરકારે અનેક પાક માટે એમએસપી જાહેર કરી. 

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસૈને કહ્યું કે તમામ વિપક્ષી દળોએ બાકીના સત્રનો  બહિષ્કાર કર્યો. તેમણે કહ્યું કે તમામ સાંસદો ધરણા સમાપ્ત કરી રહ્યા છે અને સંસદના બાકી સત્રનો બહિષ્કાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાજ્યસભા સાંસદોએ રાજ્યસભામાથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષો, ટીઆરએસ અને બીએસપીએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. 

— ANI (@ANI) September 22, 2020

હકીકતમાં 20 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો સંબંધિત બિલો (agricultural bills)  પાસ કરાવવા દરમિયાન સાંસદોએ હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ સોમવારે સભાપતિ વેંકૈયા નાયડુએ આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા. ત્યારબાદ તમામ સાંસદ સંસદ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા હતાં. રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલ રજુ કરાયા ત્યારે વિપક્ષી સાંસદોએ ખુબ હોબાળો મચાવ્યો હતો. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને નિયમ પુસ્તિકા ફાડી નાખી હતી. જ્યારે કોંગ્રેસના રાજીવ સાતવ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ સદનમાં વિરોધ કરવા માટે ટેબલ પર ચઢી ગયા હતાં. સદને તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપુન બોરા, નાસિર  હુસૈન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને કે કે રાગેશ તથા માકપાના કે ઈ કરીમને સસ્પેન્ડ  કરી નાખ્યા. 

સસ્પેન્શનના વિરોધમાં સાંસદો સોમવારે સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતાં. આખી રાત તેમણે સંસદ પરિસરમાં પસાર કરી હતી. સવારે જેવી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ કે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news