Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા..' શોના આ દિગ્ગજ કલાકારને શુટિંગ માટે તેડું જ નથી આવતું, જાણો કેમ

કોરોનાકાળમાં ભલભલા લોકોની હાલાત કથળી ગઈ છે. એકવાર ફરીથી એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર ભારે સંકટ આવી ગયું છે. અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સનું શુટિંગ અટકાવવામાં આવ્યું છે. કેટલાક કલાકારો એવા છે કે જેમણે ઘરે બેસવું પડ્યું છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા..' શોના આ દિગ્ગજ કલાકારને શુટિંગ માટે તેડું જ નથી આવતું, જાણો કેમ

નવી દિલ્હી: કોરોનાકાળમાં ભલભલા લોકોની હાલાત કથળી ગઈ છે. એકવાર ફરીથી એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર ભારે સંકટ આવી ગયું છે. અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સનું શુટિંગ અટકાવવામાં આવ્યું છે. કેટલાક કલાકારો એવા છે કે જેમણે ઘરે બેસવું પડ્યું છે. થોડા સમય પહેલા જ દિલિપકુમારના સંબંધી અને અભિનેતા ઐયુબ ખાને પીડા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે તેને વર્ષથી  કામ નથી મળ્યું અને મદદ માંગવાની સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક કલાકારે પણ આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયક માટે પણ સ્થિતિ વિકટ બની છે. છેલ્લા એક મહિનાથી તેઓ ઘરે છે અને શુટિંગ માટે પણ તેમનો નંબર આવ્યો નથી. તેઓ રાહ  જોઈ રહ્યા છે કે તેમને તારક  મહેતા સીરિયલના શુટિંગ માટે ક્યારે બોલાવશે. 

અભિનેતાએ હાલની સ્થિતિ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં વાતચીત કરતા કહ્યું કે મને ઘરે બેઠા એક મહિનો થઈ ગયો છે. શુટિંગ ફરી ક્યારે શરૂ થશે અને મને ક્યારે બોલાવશે તે અંગે મને કોઈ ક્લેરિટી નથી. હાલ તો શુટિંગ અટકાવવામાં આવ્યું છે. મેકર્સે શુટિંગ પ્લેસ બદલવા માટે પણ કઈ કર્યું નથી. મે માર્ચ મહિનામાં એક એપિસોડ માટે શૂટ કર્યું હતું અને ત્યારબાદથી હું ઘરે છું. મને આશા છે કે મેકર્સ મારા ટ્રેકને પણ જલદી શરૂ કરશે. આગળના એપિસોડામાં તમને જોવા મળશે કે તેવી રીતે નટુકાકા પોતાના ગામથી મુંબઈ પાછા ફરે છે. અત્રે જણાવવાનું કે જેઠાલાલ સાથે નટુકાકાની નોકઝોંક દર્શકોને ખુબ ગમે છે. 

નટુકાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકની હવે ઉંમર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હાલનો સમય ખુબ મુશ્કેલ છે. હું મારા ઘરમાં જ છું અને મારો પરિવાર પણ એ વાત પર ભાર મૂકે છે કે હું ઘરની બહાર ન નીકળું. હું ક્યાંય જતો નથી. પરંતુ સેટ પર વાપસી કરવા અને ફરીથી કામ કરવા માટે મરી રહ્યો છું. ક્યાં સુધી મારે કામથી દૂર આ રીતે આઈસોલેશનમાં રહેવું પડશે. વાયરસના કારણે મારા માટે એ મુશ્કેલ બની ગયું છે. હું સિનિયર એકટર્સના સેફ્ટી પ્રોટોકોલ્સ સમજી શકું છું પરંતુ મારું મગજ અને શરીર બંને કામ કરવા માંગે છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ શોમાં ગોલીની ભૂમિકા ભજવતા ચાઈલ્ટ એક્ટર કુશ શાહ સહિત કેટલાક કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news