પ્રિયંકા ચોપરાએ શેર કર્યો 'ધ સ્કાઇ ઇઝ પિંક'નું FIRST POSTER, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર

13 સપ્ટેબરના રોજ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવવા જઇ રહેલા પ્રિમિયરના સમાચાર બાદ હવે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના ફેન્સને બીજી ખુશખબરી મળી છે. પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને ફરહાન ખાન અખ્તર સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)' પ્રથમ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.  

પ્રિયંકા ચોપરાએ શેર કર્યો 'ધ સ્કાઇ ઇઝ પિંક'નું FIRST POSTER, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર

નવી દિલ્હી: 13 સપ્ટેબરના રોજ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવવા જઇ રહેલા પ્રિમિયરના સમાચાર બાદ હવે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના ફેન્સને બીજી ખુશખબરી મળી છે. પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને ફરહાન ખાન અખ્તર સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)' પ્રથમ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.  

આ પોસ્ટરને રિલીઝ કરતાં આ જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવશે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે 'માર્ગરીટા વિધ ધ સ્ટ્રો' ફેમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશ આ ફિલ્મ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)' 11 ઓક્ટોબર 2019ના રોજ સ્ક્રીન પર આવશે. જુઓ ફિલ્મનું આ દમદાર પોસ્ટર...

— PRIYANKA (@priyankachopra) September 9, 2019

આ ફિલ્મ પ્રિયંકા ચોપડાના બોલીવુડ ફેન્સ માટે ખાસ છે કારણ કે પ્રિયંકા ચોપડા  (Priyanka Chopra) 'બાજીરાવ મસ્તાની' બાદ આ ફિલ્મથી કમબેક કરવાની છે. તો બીજી તરફ પોતાની એક્ટિંગ કેરિયર છોડવાની જાહેરાત કરી ચૂકેલી 'દગંલ ગર્લ' જાયરા વસીમ (Zaira Wasim) પણ આ ફિલ્મમાં અંતિમવર સ્ક્રીન પર જોવા મળશે. આ પ્રકારે પ્રિયંકા અને જાયરાના ફેન્સ માટે આ ફિલ્મ કોઇ સ્પેશિયલ ગિફ્ટથી ઓછી નથી. 
'द स्काई इज पिंक' की टोरंटो में होगी स्क्रीनिंग, जायरा वसीम के साथ नजर आए फरहान अख्तर और प्रियंका चोपड़ा!
 

તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા, સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલાએ મળીને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ લેખિકા અને મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીનીની જીંદગી પર આધારિત છે, જેમને પલ્મોનરી ફાઇબ્રેસિસ (Pulmonary Fibrosis) બિમારી થઇ હતી. 

પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર ઉપરાંત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રોહિત સુરેશ સરાફ સાથે 'દંગલ ગર્લ' જાયરા વસીમ પણ છે. ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news