27મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન આમને સામને, UNમાં પીએમ મોદી અને ઈમરાન ખાનનું સંબોધન

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત-પાકિસ્તાન એક જ દિવસે આમને સામને આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે અને તેના થોડા કલાકો બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ UNGAને સંબોધિત કરશે. 

27મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન આમને સામને, UNમાં પીએમ મોદી અને ઈમરાન ખાનનું સંબોધન

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત-પાકિસ્તાન એક જ દિવસે આમને સામને આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે અને તેના થોડા કલાકો બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ UNGAને સંબોધિત કરશે. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં પણ યુએનજીએમાં ભાષણ આપી ચૂક્યા છે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપશે. સુષમા સ્વરાજ વિદેશ મંત્રી હતાં ત્યારે સપ્ટેમ્બર 2016માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71માં સત્રમાં પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે કડક ચેતવણી આપી હતી. સુષમા સ્વરાજનું ભાષણ ખુબ ચર્ચિત રહ્યું હતું. 

જુઓ LIVE TV

વક્તાઓની પ્રાથમિક સૂચિ મુજબ 112 રાજ્ય પ્રમુખ, લગભગ 48 દેશોના પ્રમુખ અને 30થી વધુ વિદેશ મંત્રી જનરલ ડિબેટને સંબોધન કરવા માટે ન્યૂયોર્ક પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 સપ્ટેમ્બરના રોજ સવારે ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધન કરશે. 

બ્રાઝીલ બાદ અમેરિકા સ્પીકર તરીકે બીજો દેશ બનશે. અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં જનરલ એસેમ્બલી હોલના પ્રતિષ્ઠિત ગ્રીન પોડિયમથી વિશ્વ નેતાઓ સમક્ષ પોતાનુ પહેલું ભાષણ આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news