કબીર સિંહ Teaser : દારુ, દિવાનગી, પ્રેમ અને ગાળો...દરેક રંગ છે આ ફિલ્મમાં 

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની આગામી ફિલ્મ કબીર સિંહનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રિમેક છે અને આ માટે શાહિદ બહુ ઉત્સાહી છે. શાહિદે હાલમાં કબીર સિંહનું ટીઝર લોન્ચ કર્યું છે. 

કબીર સિંહ Teaser : દારુ, દિવાનગી, પ્રેમ અને ગાળો...દરેક રંગ છે આ ફિલ્મમાં 

મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની આગામી ફિલ્મ કબીર સિંહનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રિમેક છે અને આ માટે શાહિદ બહુ ઉત્સાહી છે. શાહિદે હાલમાં કબીર સિંહનું ટીઝર લોન્ચ કર્યું છે. 

ટીઝરની વાત કરીએ તો પહેલી ફ્રેમથી ખબર પડી જાય છે કે શાહિદ આ ફિલ્મમાં અલગ જ લુકમાં જોવા મળશે. ફિલ્મ કબીર સિંહમાં શાહિદ પડદા પર શાનદાર એક્ટિંગ કરતો જોવા મળે છે. આ ટીઝરમાં કિયારા અડવાણી પણ પોતાના કમાલના એક્સપ્રેશનથી પોતાની છાપ ઉભી કરી છે. આ ફિલ્મમાં શાહિદ અને કિયારાની જોડી પડદા પર જામે છે.

કબીર સિંહનું ડિરેક્શન સંદીપ રેડ્ડીએ કર્યું છે. સંદીપ રેડ્ડીએ જ મૂળ ફિલ્મ અર્જુન રેડ્ડી બનાવી હતી અને ઓરિજનલ ફિલ્મની ફ્લેવર જળવાઈ રહે એ માટે હિન્દી રિમેકની કમાન પણ તેમને જ સોંપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news