Taarak Mehta Ka Ooltah Chashmah: ઐય્યરે ઉઠાવ્યો બબીતાજી પર હાથ, બંનેએ લીધો ડિવોર્સનો નિર્ણય!

આ શોના નવા જ નહીં પરંતુ જૂના એપિસોડ્સ પણ લોકોને ખુબ પસંદ પડે છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: ઐય્યરે ઉઠાવ્યો બબીતાજી પર હાથ, બંનેએ લીધો ડિવોર્સનો નિર્ણય!

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી ઈન્ડસ્ટ્રીનો ખુબ લોકપ્રિય શો છે. આ શોના પાત્રોને અને તેના કલાકારોને લોકો ખુબ પસંદ કરે છે. જેઠાલાલની પરેશાનીઓ, ટપુની શરારતો, અને ગોકુલધામની મહિલા મંડળની તરકીબો લોકોનો રસ શોમાં જાળવી રાખે છે. આ શોના નવા જ નહીં પરંતુ જૂના એપિસોડ્સ પણ લોકોને ખુબ પસંદ પડે છે. 

આ જોડી અલગ થશે?
અમે તમને એક એવા એપિસોડની ઝલક દેખાડીશું જે જોઈને તમને આઘાત લાગશે. પણ જરાય ટેન્શન લેવાની જરૂર નથી. વાત જાણે એમ છે કે બબીતાજી નક્કી કરી લે છે કે તે હવે ઐય્યરથી તલાક લેશે. આ એપિસોડમાં ઐય્યર અને બબીતાજીનો ઝઘડો દેખાડવામાં આવ્યો છે. બબીતાજી કહે છે કે ઐય્યરે તેના પર હાથ ઉઠાવ્યો છે અને તે જાણીને જેઠાલાલના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ વાત જ્યારે આખી સોસાયટીને ખબર પડે છે તો  બધા દંગ રહી જાય છે. 

બબીતાજી પર ઐય્યરે હાથ ઉઠાવ્યો
બબીતાજી અને ઐય્યરનો ઝઘડો વધી જાય છે અને તે બંને ખુલ્લેઆમ કહે છે કે હવે તેઓ એકબીજા સાથે રહેવા માંગતા નથી અને ડિવોર્સ ઈચ્છે છે. સોસાયટીના લોકો તેમને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તેઓ માનતા નથી. આ બધા વચ્ચે જ્યારે આ નાટક પોતાની ચરમસીમાએ પહોંચે છે ત્યારે બબતાજી કહે છે કે તેમણે આવું સોસાયટીની એપ્રિલ ફૂલ બનાવવા માટે કર્યું.

જુઓ Video

આ કારણે કર્યું
બબીતાજીએ જણાવ્યું કે ઐય્યર અને તેમની વચ્ચે કોઈ અણબનાવ થયો નથી. પરંતુ તે તો સોસાયટીવાળા જોડે ઐય્યરને એપ્રિલ ફૂલ બનાવવાનો બદલો લઈ રહ્યા હતા. આ જાણીને બધાના ખુશ થઈ જાય છે. કારણ કે બબીતાજી અને ઐય્યર હવે અલગ થવાના નથી. આ સમગ્ર એપિસોડમાં જેઠાલાલનો ચહેરો જોવા લાયક રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news