Sidharth Kiara Wedding: એકબીજાના પ્રેમમાં ડૂબ્યા સિદ્ધાર્થ-કિયારા, લગ્નની પ્રથમ તસવીર કરી શેર

Sidharth Kiara ના લગ્નનો ફોટો સામે આવી ગયો છે. ફોટોમાં આ કપલ ખુશ અને ક્યૂટ લાગી રહ્યું છે. ખાસ વાત છે કે ફોટો આ બંને સિતારાઓએ શેર કર્યો છે. 

Sidharth Kiara Wedding: એકબીજાના પ્રેમમાં ડૂબ્યા સિદ્ધાર્થ-કિયારા, લગ્નની પ્રથમ તસવીર કરી શેર

નવી દિલ્હીઃ Sidharth Kiara Wedding Photo: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીર સામે આવી છે. ફોટોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબી રહ્યાં છે. સિદ્ધાર્થ અને કિયારા બંનેએ પોતાના આ ખાસ દિવસ પર ક્રીમ અને પિંક કલરના રંગને પસંદ કર્યો. સિદ્ધાર્થ અને કિયારા બંને આ આઉટફિટમાં સુંદર લાગી રહ્યાં છે. લગ્નનો ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો શેર કરતા બંનેને ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. 

કિયારા-સિદ્ધાર્થે શેર કરી તસવીરો
વેડિંગની તસવીરોને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને સૂર્યગઢ પેલેસમાં લગ્ન બાદ પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. આ ન્યૂલી વેડ કપલે લગ્નની તસવીર શેર કરી તો ફેન્સ અને સેલેબ્સ બંનેને શુભેચ્છા આપી રહ્યાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

આજે કર્યાં લગ્ન
મીડિયા રિપોર્ટ પ્રમાણે બપોરે 2થી 4 કલાક વચ્ચે સિદ્ધાર્થ અને કિયારા સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીરોની ફેન્સ બપોરથી રાહ જોઈ રહ્યાં હતા પરંતુ સિતારાઓએ પોતાની એક ઝલક દેખાડવા માટે ફેન્સને રાહ જોવડાવી હતી અને ત્યારબાદ લગ્નની પ્રથમ તસવીર શેર કરી છે. લગ્ન પહેલા સૂર્યગઢ પેલેસની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં મહેલને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. તે જ સમયે, સંગીત સેરેમનીમાં, ગુલાબી રંગ પ્રકાશ સાથે ચમકતો જોવા મળ્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો, સિદ્ધાર્થની કેટલીક વર્ક કમિટમેન્ટ્સને કારણે આ સ્ટાર્સ લગ્ન પછી તરત જ હનીમૂન માટે નહીં નીકળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news