બોડેલી તાલુકાના ગામોમાં આદમખોર દીપડાનો આતંક, ઝી 24 કલાક દ્વારા દિલ ધડક કરાયું લાઈવ કવરેજ

બોડેલી તાલુકાના મુલધર અને ધોળીવાવ ગામે એક બે વર્ષના માસુમ અને એક પાંચ વર્ષના માસુમ બાળકને દીપડા દ્વારા હુમલો કરી અને તેઓનું મોત નિપજાવ્યું હતું જેને લઈને છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. 

 બોડેલી તાલુકાના ગામોમાં આદમખોર દીપડાનો આતંક, ઝી 24 કલાક દ્વારા દિલ ધડક કરાયું લાઈવ કવરેજ

ઝી બ્યુરો/છોટાઉદેપુર: જિલ્લાના બોડેલી તાલુકામાં છેલ્લા દસ દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો હતો. જેને લઈને છ કલાકની ભારે જમાત બાદ બોડેલી તાલુકાના અમ્લપુર ગામમાંથી છોટાઉદેપુરની વન વિભાગની ટીમો દ્વારા આદમખોર દીપડાનું રેસ્ક્યુ કર્યો. ઝી 24 કલાક દ્વારા દીપડાનું દિલ ધડક લાઈવ કવર કર્યું હતું. 

બોડેલી તાલુકાના મુલધર અને ધોળીવાવ ગામે એક બે વર્ષના માસુમ અને એક પાંચ વર્ષના માસુમ બાળકને દીપડા દ્વારા હુમલો કરી અને તેઓનું મોત નિપજાવ્યું હતું જેને લઈને છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી 12 ટીમો બનાવી 136 થી વધુ વન કર્મીઓએ 20 જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. 

પરંતુ દીપડો પાંજરામાં ન આવતા વન વિભાગ પણ દુવિધામાં મુકાયું હતું. આજે બોડેલી તાલુકાના અમલપુરા ગામે દીપડો ખેતરમાં જોવા મળ્યો હતો જેને લઈને વન વિભાગની ટીમ દ્વારા ત્યાં પહોંચી હતી અને ત્યાં જોતા દીપડો દિવેલાના ખેતરની અંદર ઘૂસી ગયો હતો ત્યારે વન વિભાગ દ્વારા છ કલાકની ભારે જેમ જ બાદ દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ કરવા માટે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા લાઈવ જેકેટ સેફ્ટી ગાર્ડ તેમજ નેટ નો ઉપયોગ કર્યો હતો અને દીપડાને બેહોશ કરવા માટે દાટ ગનની પણ બે ટીમો તેનાત કરી દીધી હતી છ કલાકથી વન વિભાગ દ્વારા દિપડા ઉપર નજર રાખી હતી અને પૂરા પ્લાનિંગ સાથે વન વિભાગ ખેતર ની અંદર જઈ દીપડાને ડાટ ગન વડે તેને બેહોશ કર્યો હતો દીપડાને ડાટ ગન વાગતા દીપડો ભાગ્યો પણ હતો વન વિભાગના કર્મીઓએ દીપડાનો પીછો કરી ઝડપી પાડ્યો હતો અને તેને નેટ ની અંદર વીંટી પિંજરાની અંદર કેદ કર્યો હતો.

હાલ તો વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાવાગઢના રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે ત્યાં દીપડાના મુમેન્ટ અને તેના વિશેરાના સેમ્પલ લઈને તેને એફ.એસ.એલમાં મોકલવામાં આવશે અને પછી દીપડો માનવ ભક્ષી છે કે નહીં તેના નક્કી કરવામાં આવશે. બોડેલી તાલુકામાં દીપડો પકડાઈ ગયો છે પરંતુ હજુ પણ બોડેલી તાલુકાની અંદર વન વિભાગની ટીમોને ગામોની અંદર તેના જ રાખી છે તો આખરે દિપડો કબજે થઈ જતા લોકોમાં પણ ભયનો જે માહોલ હતો એ દૂર થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news