‘કબીર સિંહ’ની હીરોઇનને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ? કહ્યું- આ વાતની મજાક ઉડાવે છે કિયારા

બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ વર્તમાન સમયમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ‘કબીર સિંહ’ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’ની હિન્દી રીમેક છે.

‘કબીર સિંહ’ની હીરોઇનને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ? કહ્યું- આ વાતની મજાક ઉડાવે છે કિયારા

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ વર્તમાન સમયમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ‘કબીર સિંહ’ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’ની હિન્દી રીમેક છે. તેલુગૂમાં આ ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને ત્યારબાદ હિન્દી રીમેક પણ તેમણે જ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે-સાથે કિયારા અડવાણીની પણ જોરદાર પ્રશંસા થઇ રહી છે. જણાવી દઇએ કે, કરણ જોહરની એક મોટી ફિલ્મ ‘શેરશાહ’માં કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. ત્યારે થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણીને ડેટ કરી રહ્યો છે.

कियारा आडवानी को मिला एक और बड़ा मौका, सिद्धार्थ मल्होत्रा के साथ इस फिल्म में आएंगी नजर!

તે મારી એક સારી મીત્ર છે: સિદ્ધાર્થ મલ્હોત્રા
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ.કોમમાં પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર બોલીવુડની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’ના ટ્રેલર લોન્ચ પર જ્યારે સિદ્ધાર્થને આ સવાલ કરવામાં આવ્યો કે શું તે કિયારા અડવાણીને ડેટ કરી રહ્યાં છે. તો આ વાતથી તેણે સ્પષ્ટ ઇન્કાર કરતા કહ્યું કે, ‘એવું કઇપણ નથી. તે મારી એક સારી મિત્ર છે’ અને હાલમાં જ અમે ફિલ્મ ‘શેરશાહ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે મારી એક સારી કો-સ્ટાર છે અને હું મારી આ જોડીથી ઘણો ખુશ છું. તેણે કહ્યું કે કિયારાને ડેટ કરવાવાળા આર્ટિકલને લઇને હમેશાં મજાક ઉડાવતી હતી. જણાવી દઇએ કે, કિયારાએ હાલમાં જ અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું શૂટિંગ પણ શરૂ કર્યું છે.

Kiara Advani

2 ઓગસ્ટે રિલીઝ થશે ‘જબરિયા જોડી’
ત્યારે 2 ઓગસ્ટે રિલીઝ થનારી સિદ્ધાર્થની ફિલ્મ ‘જબરિયા જોડી’માં તેમની સાથે પરિણીતિ ચોપડા જોવા મળશે. ફિલ્મ ‘જબરિયા જોડી’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જોઇને કહી શકાય છે કે, આ એક રમૂજી, જુસ્સાદાર અને દર્શકોને પોતાની સાથે જોડી રાખનારી ફિલ્મ છે. અને આ સાથે જ આ ફિલ્મ દહેજ અને વરરાજાના અપહરણથી સંબંધિત મુદ્દા પર પણ વાત કરે છે. જેનું ચલણ બિહારમાં છે. આમ તો ફિલ્મનું ટ્રેલરને જોઇને એવો પણ અનુભવ થાય છે કે, આ ફિલ્મ તમને હસાવવામાં સફળ થઇ શકે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news