મુંબઈના વરસાદથી સુરત-નવસારી-વલસાડ પર ટ્રેનોનો પૈડા થંભી ગયા, મુસાફરો માટે બસ મૂકાઈ

માયાનગરી મુંબઈમાં વર્ષ 2005માં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકથી ભારે વરસાદે મુંબઈને બાનમાં લઈ લીધું છે. જેને કારણે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. હંમેશા ધબકતા રહેતા મુંબઈનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે તેની અસર ગુજરાત પર પણ પડી છે. મુંબઈ જતી ટ્રેનો-રસ્તાઓને અસર થઈ છે. 

મુંબઈના વરસાદથી સુરત-નવસારી-વલસાડ પર ટ્રેનોનો પૈડા થંભી ગયા, મુસાફરો માટે બસ મૂકાઈ

અમદાવાદ :માયાનગરી મુંબઈમાં વર્ષ 2005માં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકથી ભારે વરસાદે મુંબઈને બાનમાં લઈ લીધું છે. જેને કારણે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. હંમેશા ધબકતા રહેતા મુંબઈનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે તેની અસર ગુજરાત પર પણ પડી છે. મુંબઈ જતી ટ્રેનો-રસ્તાઓને અસર થઈ છે. 

કઈ કઈ ટ્રેન કેન્સલ થઈ 
મુંબઇ માં ભારે વરસાદના કારણે સૌથી મોટી અસર ટ્રેન વ્યવહાર પર પડી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. સુરતથી જતી ફ્લાઈંગ રાણી, ગુજરાત એક્સપ્રેસ, શતાબ્દી, ઇન્ટરસિટી, વિરાર-ભરૂચ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તો સૂર્યનગરી એક્સપ્રેસના પૈડા સુરત સ્ટેશન પર થંભી ગયા છે. આ ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચતા કેન્સલ કરાઈ હતી. રણકપુર ટ્રેનને નવસારીથી કેન્સલ કરાઈ છે. તો મુંબઈ જતી અનેક ટ્રેનોને વલસાડ થોભાવી દેવાઈ છે. આમ, ગુજરાતથી મુંબઈ જવા નીકળેલા અનેક મુસાફરો દક્ષિણ ગુજરાતના વિવિધ સ્ટોપેજ પર અટવાયા છે. 

મુસાફરો માટે એસટી બસ મુકાઈ
મુંબઈમાં ભારે વરસાદને પગલે નવસારી, વલસાડ અને સુરતમાં ટ્રેનોને થોભાવી દેવાઈ છે. ત્યારે આવા સંજોગોમાં રેલવે માર્ગે મુંબઈ તરફ જતા મુસાફરોને રસ્તા માર્ગે મુંબઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમની સહાયતા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી તંત્ર દ્વારા સુરત અને વલસાડ રેલવે સ્ટેશનથી બોરીવલીની વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાત અને મુંબઇમાં પડેલા ભારે વરસાદને પગલે રેલ વ્યવારને અસર થઇ મુંબઇથી ઉપડતી ઘણી ટ્રેનોને મોડી કરવાની તંત્રને ફરજ પડી છે. તો બીજી તરફ, મુંબઇ જતી ઘણી ટ્રેનોને તેમના સ્ટેશન પહેલાં જ રોકવામાં આવી છે.  વેસ્ટર્ન રેલવે પીઆરઓ અમદાવાદના કહેવા પ્રમાણે શતાબ્દી ટ્રેન એક કલાક મોડી ચાલશે અને જેમ જેમ પાણી ઉતરશે એમ એમ રેલ વ્યવહાર રાબેતા મુજબનો થઇ જશે.

  • 12954 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ એક કલાક મોડી
  • 14707 રણકપુર એક્સપ્રેસ 2.30 કલાક મોડી
  • 11101 ગોલીયર વિકલી 2.15 કલાક મોડી
  • 22953 ગુજરાત એક્સપ્રેસ 50 મિનિટ મોડી
  • 22956 કચ્છ એક્સપ્રેસ 2 કલાક મોડી
  • 12934 કર્ણાવતી એક્સપ્રેસ 34 મિનિટ મોડી
  • 12990 દાદર વેસ્ટર્ન એક્સપ્રેસ 40 મિનિટ મોડી
  • 12009 શતાબદી એક્સપ્રેસ એક કલાક મોડી
  • 16587 બિકાનેર એક્સપ્રેસ 1.10 કલાક મોડી
  • સુરત વિરાર શટલ રદ કરવામાં આવી છે
  • વલસાડ-વાપી પેસેન્જર રદ કરવામાં આવી
  • 12922 ફલાઈનગ રાણી આંશિક રદ
  • નવસારીથી સુરત જશે

હવામાન વિભાગની વેબસાઇ અનુસાર, મુંબઇમાં 5 જુલાઇ સુધી આ પ્રકારના હવામાનની ભવિષ્યવાણી કરી છે. નવી મુંબઇ, ઠાણે અને કોંકણમાં સ્કૂલ કોલેજ બંધ રહશે. ફ્લાઇટ્સને વરસાદના કારણે મુંબઇથી અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે. મુંબઇ એરપોર્ટથી 54 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news