મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી

માયાનગરી મુંબઇમાં વર્ષ 2005 બાદ આજે સૌથી વધારે વરસાદ થયો છે. 2005માં જ્યાં 977.2 મિમી વરસાદ નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઇના ઉપનગરમાં 375.2 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આજે મુંબઇના ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે.

મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી

મુંઇબ: માયાનગરી મુંબઇમાં વર્ષ 2005 બાદ આજે સૌથી વધારે વરસાદ થયો છે. 2005માં જ્યાં 977.2 મિમી વરસાદ નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઇના ઉપનગરમાં 375.2 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આજે મુંબઇના ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. સીએમ ફડણવીસે લોકોને વિનંતિ છે કે, જો કોઇ ઇમરજન્સી ના હોય તો ઘરોમાં જ રહો. CM ફડણવીસે જાતે બીએમસીના કંટ્રોલ રૂમ પહોંચી સ્થિતિનું નિરિક્ષણ કર્યું છે. મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે.

Live અપડેટ:- 

  • મુંબઇમાં હાલમાં વરસાદ રોકાઇ ગયો છે. તો કેટલીક જગ્યાઓ પર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પરથી પાણી ઓછુ થવા લાગ્યું છે.
  • 12 વાગ્યા સુધીમાં મુંબઇના કોલાબામાં 172.21 MM, સાંતાક્રુજ 279.12 MM, સાયન 193.52 MM. બોરીવલી 407.11 MM, બાંદ્રા 196.04 MM વરસાદ નોંધાયો છે.
  • મુંબઇના અંધેરી સબ-વેનો નજારો કંઇક આ રીતે જોવા મળ્યો.

— ANI (@ANI) July 2, 2019

  • લોકલની લાઇનોથી પમ્પ દ્વારા પાણી હટાવવામાં આવી રહ્યું છે: સીએમ ફડણવીસ
  • વેસ્ટર્ન લાઇન પર લોકોલ ટ્રેનનું ઑપરેટિંગ શરૂ થઇ ગયું છે. પરંતુ સેન્ટ્રલ લાઇનના શરૂ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે, કેમકે ત્યાં પાણી ભરાયેલા છે: CM
  • મલાડ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- મુંબઇમાં ગત રાતે ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. મલાડમાં દિવાલ ધરાશાયી થવાથી 13 લોકોના મોત થયા અને લગભગ 30થી 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

— ANI (@ANI) July 2, 2019

  • બીએમસીનું આપત્તિ વ્યવસ્થાપન વિભાગ આખી રાત કામ કરતું રહ્યું. આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. અમે તેનો સામનો કરવા તૈયાર છીએ: સીએમ
  • મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બપોર 12 વાગે હાઇટાઇડ આવવાની સંભાવના છે. અમારી સમગ્ર પરિસ્થિતિ પર નજર છે. ગત રાત્રે મુંબઇ પોલીસને લોકોના 1600થી 1700 ટ્વિટ મળ્યા. પોલીસે લોકોને તાત્કાલીક મદદ પહોંચાડી હતી.

— ANI (@ANI) July 2, 2019

  • શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી કરે છે, આ વર્ષે આપણે રાહ જોઇ રહ્યાં હતા કે વરસાદ ક્યારે આવશે.
  • આવી ઘટનાઓ સર્જાતી રહે છે, પરંતુ વરસાદના કારણે લોકોના મોત થવા તે દુ:ખદ ઘટના છે: રાઉત

— ANI (@ANI) July 2, 2019

  • મુંબઇ મહારાષ્ટ્ર અથવા સમગ્ર દેશને આ પ્રકારની ઘટના માટે તૈયાર રહેવું જોઇએ પરંતુ આ એક્સીડેન્ટ છે: રાઉત
  • સીએમ દેવેન્દ્ર ફડણવીસ બીએમસીના કંટ્રોલ રૂમ પહોંચ્યા અને પરિસ્થિતિની જાણકારી મેળવી.

— ANI (@ANI) July 2, 2019

  • સીએમ દેવેન્દ્ર ફડણવીસ મલાડ દિવાલ ધરાશાયી થવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોના સમાચાર પુછવા શતાબ્દી હોસ્પિટલ પહોંચ્યા.

— ANI (@ANI) July 2, 2019

મહારાષ્ટ્ર સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ મંત્રાલય કંટ્રોલ રૂમ, મહારાષ્ટ્રએ લખ્યું કે, મહેરબાની કરીને નોંધ કરો, ભારે વરસાદના કારણે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લાની બધા સરકારી કાર્યાલયો (જરૂરી સેવાઓ અને વિધાન સંબધિત સેવાઓ છોડીને) બંધ રહેશે.

— Mantralaya Control Room, Maharashtra (@MantralayaRoom) July 2, 2019

જણાવી દઇએ કે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે મુંબઇમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘર, ઓફિસ, બેંક સ્કૂલ એટલું જ નહીં પોલીસ સ્ટેશન સુધી પણ પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ પર ગાડીઓ અટકી પડી છે. તો મુંબઇની જાન કહેવાતી લોકલ ટ્રેનના પાટા પર પણ પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.

સીએમ ફડણવીસે તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, હવામાન વિભાગે આજે ફરી ભારે વરસાદની આગાહી કરી છે, લોકોને વિનંતિ છે કે, જો કોઇ ઇમરજન્સી ના હોય તો ઘરોમાં જ રહો.

— CMO Maharashtra (@CMOMaharashtra) July 2, 2019

હવામાન વિભાગની વેબસાઇ અનુસાર, મુંબઇમાં 5 જુલાઇ સુધી આ પ્રકારના હવામાનની ભવિષ્યવાણી કરી છે. નવી મુંબઇ, ઠાણે અને કોંકણમાં સ્કૂલ કોલેજ બંધ રહશે. ફ્લાઇટ્સને વરસાદના કારણે મુંબઇથી અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે. મુંબઇ એરપોર્ટથી 54 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.

— ANI (@ANI) July 2, 2019

બીએમસીનો સ્કૂલ કોલેજ બંધ કરવાનો આદેશ
બીએમસીએ મુંબઇમાં ભારે વરસાદના કારણે સ્કૂલ કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી આશીષ શેલારે પણ જાહેરાત કરી છે કે, આજ 2 જુલાઇના મુંબઇ, નવી મુંબઇ, ઠાણે અને કોંકણ વિસ્તારની બદી સ્કૂલો (પ્રાઇવેટ અને સરકારી) બંધ રહશે.

— ANI (@ANI) July 2, 2019

મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી 22ના મોત
મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી 22 લોકોના મોટ થયા છે. ગત રાત્રે ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news