Gauri Khan ને મળ્યો એવોર્ડ, Shahrukh Khan એ સોશિયલ મીડિયા પર કરી આવી મજાક

શાહરૂખ ખાન પોતાની એક્ટિંગ સાથે પોતાના શાનદાર સેન્સ ઓફ હ્યુમર માટે પણ જાણિતા છે. તેમના આ મજાકિયા સ્વભાવનો શિકાર અવાર નવાર તેમની પત્ની ગૌરે ખાન પણ થાય છે.

Gauri Khan ને મળ્યો એવોર્ડ, Shahrukh Khan એ સોશિયલ મીડિયા પર કરી આવી મજાક

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર શાહરૂખ (Shahrukh Khan) અને ગૌરી ખાન  (Gauri Khan) સાથે તાજેતરમાં જ વાહવાહી મેળવી, જ્યારે બંનેએ પોતાના દિલ્હીવાળા ઘરને એરબીનને ભાડે આપવાની જાહેરાત કરી, જેમાં 'ભાગ્યશાળી જોડી'ને મહેલની માફક રહેવાની તક આપી. હવે નિર્માતા અને ઇંટીરિયર ડિઝાઇનર ગૌરી ખાન (Gauri Khan)ને એવોર્ડ મળવાના કારણે આ જોડી ચર્ચામાં છે. 

શાહરૂખ ખાન પોતાની એક્ટિંગ સાથે પોતાના શાનદાર સેન્સ ઓફ હ્યુમર માટે પણ જાણિતા છે. તેમના આ મજાકિયા સ્વભાવનો શિકાર અવાર નવાર તેમની પત્ની ગૌરે ખાન પણ થાય છે. તે મોકો મળતાં જ ગૌરીની ટાંગ ખેંચવાની તક છોડતા નથી. આ વખતે તેમની એક એવી ટ્વીટથી લોકોને હસાવી રહી છે. જોકે શાહરૂખની પત્ની ગૌરી ખાન એક સારી આર્કિટેક્ચર છે. હવે તેમને આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ ઇન્ડીયા નામની કંપનીએ પોતાની 'એડી100' યાદીમાં સામેલ કરવામાં આવી છે. તેને લઇને ગૌરી ખાને ટ્વીટ કરતાં લખ્યું 'એડી100 યાદીનો ભાગ બનવા અને આ ટ્રોફીને મેળવીને ખૂબ રોમાંચિત અનુભવું છું. ધન્યવાદ'

— Shah Rukh Khan (@iamsrk) December 14, 2020

આ એવોર્ડને લઇને શાહરૂખ ખાને પત્ની ગૌરીના ટ્વીટને રિટ્ટીટ કર્યું અને તેમાં વાત લખી છે કે તે વાત લોકોના ચહેરા પર ખુશી લાવી રહી છે. તેમણે મજાકિયા અંદાજમાં લખ્યું છે, 'ચાલો ઘરમાં કોઇને તો એવોર્ડ મળી રહ્યો છે.'

વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ શાહરૂખ ખાન હવે પોતાની આગામી ફિલ્મ 'પઠાન'માં બિજી છે. નવેમ્બરથી 'પઠાન'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક સ્પાઇ યૂનિવર્સ પર આધારિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news