Corona Vaccine: કોરોના રસીકરણ પર સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો AtoZ માહિતી


Covid-19 vaccination News Updates: કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન માટે  (Coronavirus Vaccine Guidelines) ગાઇડ લાઇન જાહેર કરી દીધી છે. રસીકરણના પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોના રસીકરણની યોજના બનાવી છે. 
 

Corona Vaccine: કોરોના રસીકરણ પર સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો AtoZ માહિતી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન માટે ગાઇડલાઇન (Coronavirus Vaccine Guidelines) જાહેર કરી દીધી છે. રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કા હેઠળ સરકાર લગભગ 30 કરોડ લોકોનું રસીકરણ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં હેલ્થ વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે. 

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તીને ચિન્હિત કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. કો-વિન વેબસાઇટ પર સ્વ રજીસ્ટ્રેશન માટે મતદાતા ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 ફોટો ઓળખ દસ્તાવેજનો ઉપયોગ થઈ શકશે. 

કોરોના વાયરસ વેક્સિનેશન માટે જાહેર થયેલી ગાઇડલાઇનમાં જરૂરી પોઈન્ટ આ પ્રકારે છે
- દરરોજ દરેક સત્ર દરમિયાન લગભગ 100થી 200 લોકોને રસી લગાવવામાં આવશે
- વેક્સિન લગાવ્યા બાદ સંબંધિત વ્યક્તિને 30 મિનિટ સુધી દેખરેખમાં રાખવામાં આવશે
- રસીકરણ ટીમમાં કુલ પાંચ સભ્યો સામેલ થશે
- જો રસીકરણ વાળા સ્થળ પર પૂરતી સુવિધા છે અને વેઇટિંગ રૂમની વ્યવસ્થા છે તો વધુ એક સત્રની વ્યવસ્થા થઈ શકે છે
- કોવિડ વેક્સિન ઇન્ટેલિજેન્સ નેટવર્ક (કો-વિન) સિસ્ટમ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, તેનો ઉપયોગ રસીકરણ માટે રજીસ્ટર્ડ લાભાર્થીઓની જાણકારી મેળવવામાં કરવામાં આવશે.
- કો-વિન વેબસાઇટ પર સ્વ રજીસ્ટ્રેશન માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ થશે.
- રસીકરણ જે સ્થળે થશે, ત્યાં પ્રાથમિકતામાં રાખવામાં આવેલ માત્ર પહેલાથી રજીસ્ટર્ડ લોકોનું રસીકરણ થશે. ઓન-સ્પોટ રજીસ્ટ્રેશન માટે કોઈ વ્યવસ્થા હશે નહીં.
-રસીની બોટલને સૂર્યના કિરણોથી બચાવીને રાખવાની વ્યવસ્થા હશે.
- રસીકરણ માટે વ્યક્તિના પહોંચવા પર રસીની બોટલને ખોલવી પડશે.
- સત્ર બાદ આઈસ પેકની સાથે ઉપયોગ વગરની તમામ રસી વિતરણ કોલ્ડ ચેન સ્થળો પર મોકલવી પડશે.
- સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ, પ્રથમ મોર્ચાના કર્મીઓ અને 50 વર્ષથી વધુની ઉંમરના લોકોનું રસીકરણ થશે.
- ગંભીર રોગથી ગ્રસ્ત 50થી ઓછી ઉંમરના લોકો અને મહામારીની સ્થિતિ અને રસીની ઉપલબ્ધતાના આધાર પર અંતમાં બાકી વસ્તીનું રસીકરણ થશે. 
- રસીકરા પ્રથમ તબક્કા હેઠળ આશરે 30 કરોડ વસ્તીનું રસીકરણ કરવામાં આવશે. 

1.3 અબજથી વધુ લોકોના રસીકરણનું કામ પડકારજનક
ભારતમાં 1.3 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવું એક પડકારજનક કામ છે. આ સંબંધમાં લોકોને સમય પર સૂચના મળવી જોઈએ. ઓછા સમયમાં પરીક્ષણ બાદ રસીના ઉપયોગને લઈને લોકોના મનમાં સુરક્ષા, રસી અસરકારક થવાને લઈને ઘણા પ્રકારની ધારણા અને આશંકાઓ હોઈ શકે છે. આ સંબંધમાં સોશિયલ મીડિયા કે મીડિયામાં અફવાઓ કે નકારાત્મકતાભરી વાતો ફેલાવવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news