Bigg Boss Winner Rubina's Love Story: જાણો બિગ બોસના કારણે કેવી રીતે બદલાઈ ગઈ રુબીના દિલૈકની Life
રુબીના દિલૈક નાના પડદાની મશહુર અદાકારા છે, તો બીજીબાજુ અભિનવ શુક્લા પણ પોતાના ગુડ લુક્સના કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. અભિનવ શુક્લા પણ બિગ બોસનો હિસ્સો હતા. પરંતુ રુબીનાની જેમ તે ફાઈનલ રાઉન્ડમાં પહોંચી શક્યા ન હતા. જોકે રુબીનાની જીત અભિનવ માટે મહત્વની છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ નાના પડદા પર મશહુર થયેલી રુબીના દિલૈકએ બિગ બોસ 14ની ટ્રોફિ પોતાના નામે કરી લીધી છે. રુબીનાએ ગીતકાર રાહુલ વૈદ્યને હરાવીને આ સિઝનનો ખિતાબ જીતી લીધો છે. રુબીના માટે આ જીત ખૂબ જ મહત્વ ધરાવે છે સાથે જ પતિ અભિનવ શુક્લા પણ પત્નીની આ સફળતાથી ખૂબ જ ખુશ છે. અભિનવ પણ બિગ બોસનો હિસ્સો. બિગ બોસના ઘરની અંદર પણ રુબીના અને અભિનવ ઘણીવાર એકબીજા સાથે પ્યાર-ઈઝહાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ કપલની લવ સ્ટોરી ઘણા ઓછા લોકોને ખબર છે.
રુબીના દિલૈક નાના પડદાની મશહુર અદાકારા છે, તો બીજીબાજુ અભિનવ શુક્લા પણ પોતાના ગુડ લુક્સના કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. અભિનવ શુક્લા પણ બિગ બોસનો હિસ્સો હતા. પરંતુ રુબીનાની જેમ તે ફાઈનલ રાઉન્ડમાં પહોંચી શક્યા ન હતા. જોકે રુબીનાની જીત અભિનવ માટે મહત્વની છે. તેમના સંબંધમાં માત્ર પ્રેમની મીઠાસ જ છે એવુ નથી. બંને વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થયા છે. આ ઝઘડા અંગે વાત કરતા રુબીનાએ બિગ બોસના એક ટાસ્ક દરમિયાન પોતાની અંગત જિંદગી અંગે મોટો ખુલાસો કર્યો હતો.
રુબીનાએ જણાવ્યુ હતુ કે બિગ બોસના ઘરમાં આવતા પહેલા તે અને અભિનવ ડિવોર્સ લેવાના હતા પરંતુ બાદમાં બંનેએ આ નિર્ણય ચેન્જ કરી લીધો. રુબીના અને અભિનવ પતિ-પત્ની છે, પરંતુ તેમના પ્રેમની શરૂઆત ક્યારે અને ક્યા થઈ તે ઘણા ઓછા લોકો જ જાણે છે. તમને જણાવી દઈએ કે, રુબીના અને અભિનવની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. અભિનવે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, ‘જ્યારે મેં પહેલીવાર રુબીનાને જોઈ હતી ત્યારે તેણે સુંદર સાડી પહેરી હતી. અમે એકબીજાને લગભગ દોઢ વર્ષથી ઓળખતા હતા. અમારા બંનેના વિચાર એક સરખા છે. અમને હરવા ફરવાનું ખૂબ પસંદ છે. અમને બંનેને ફિટનેસ પ્રત્યે પ્રેમ છે.
રુબીનાએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતુ કે, ‘અમારા બંનેની વાતચીત એક ફોટોથી શરૂ થઈ હતી. તેમણે મારા એક ફોટો પર કમેન્ટ કરતા પુછ્યુ હતુ કે, શું તમે મને તમારી સાથે ફોટો શૂટ કરાવવાની તક આપશો? સમયની સાથે અમે એકબીજાની નજીક આવતા ગયા અને અમારા પ્રેમની શરૂઆત થઈ. અને ત્યારબાદ અમે લગ્ન કરી લીધા.
બિગ બોસના ઘરમાં પણ રુબીના અને અભિનવનો પ્રેમ બરકરાર રહ્યો. જોકે રુબીનાએ ખુલાસો કરતા કહ્યુ કે અભિનવ સાથે તેનું ડિસ્ટન્સ વધતુ જતુ હતુ અને બંનેએ ડિવોર્સ લેવાનું મન બનાવી લીધુ હતુ. પરંતુ શોમાં એકબીજાની સાથે રહેવાના કારણે તેમના વચ્ચેના મતભેદ દૂર થવા લાગ્યા અને તેમણે પોતાનો નિર્ણય બદલી લીધો. રુબીનાનું કહેવુ છે કે બિગ બોસના ઘરે તેને ઘણુ બધુ આપ્યુ છે. તમને જણાવી દઈએ કે અભિનવ શુક્લાને કેટલાય રાઉન્ડ પહેલા ઘરમાંથી બેઘર કરી દેવામાં આવ્યો હતો. બીજીબાજુ રુબીનાએ અલી ગોની, રાહુલ વૈદ્ય, રાખી સાવંત અને નિક્કી તંબોલી જેવા કલાકારોને બરાબરની ટક્કર આપીને બિગ બોસની વિજેતા બની ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે