Gully Boy કેમ અચાનક બની ગયો 'ગે'? જુઓ Ranveer Singh ના દિદાર, હવે Deepika નું શું થશે?

બોલીવુડના ટોલ અને હેન્ડસમ મેન, એનર્જી હાઉસ તરીકે ઓળખાતા રણવીર સિંહને લઈને એવા સમાચારો સામે આવ્યાં છેકે, તમે પણ વિચારમાં પડી જશો. રણવીર સિંહની હાલની જ કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રણવીર સિંહ દિદાર જોઈને તમને પણ એમ થશે કે આ તેણે શું કર્યું? હવે દિપીકાનું શું થશે? હમણાં થોડા સમય પહેલાં તો રણવીર સિંહના લગ્ન દિપીકા પાદુકોણ સાથે થયા હતાં. હવે અચાનક રણવીર કેમ 'ગે' બની ગયો. સોશલ મીડિયામાં પણ લોકો આ જ સવાલ પૂછી રહ્યાં છે.

Gully Boy કેમ અચાનક બની ગયો 'ગે'? જુઓ Ranveer Singh ના દિદાર, હવે Deepika નું શું થશે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના ટોલ અને હેન્ડસમ મેન, એનર્જી હાઉસ તરીકે ઓળખાતા રણવીર સિંહને લઈને એવા સમાચારો સામે આવ્યાં છેકે, તમે પણ વિચારમાં પડી જશો. રણવીર સિંહની હાલની જ કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રણવીર સિંહ દિદાર જોઈને તમને પણ એમ થશે કે આ તેણે શું કર્યું? હવે દિપીકાનું શું થશે? હમણાં થોડા સમય પહેલાં તો રણવીર સિંહના લગ્ન દિપીકા પાદુકોણ સાથે થયા હતાં. હવે અચાનક રણવીર કેમ 'ગે' બની ગયો. સોશલ મીડિયામાં પણ લોકો આ જ સવાલ પૂછી રહ્યાં છે. સાચી હકીકત શું છે તે જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
 

No description available.

રણવીર સિંહના દિદાર જોઈને હાલ તો સૌ કોઈ ચોંકી ગયા છે. સોશલ મીડિયામાં તેની તસવીરો જોઈને કોઈ તેને 'ગે' કોઈ જીગોલો તો કોઈ તેને ચરસી સાથે સરખાવી રહ્યું છે. તેના નવા લૂકના કારણે હાલ રણવીર સિંહ સોશલ મીડિયામાં સૌથી વધારે ટ્રોલ થઈ રહ્યો છે. રણવીર સિંહ હંમેશા અવનવી ફેશન કરવામાં અથવા તો ફેશનનો નવો ટ્રેન્ડ સેટ કરવામાં આગળ પડતો રહ્યો છે. પણ આ વખતે આ ભાઈએ કંઈક એવું કહ્યું કે, જેના કારણે ભાઈ ભરાઈ ગયાં... લોકોનેના આ નવા લૂકથી ખુબ જ મજાક ઉડાવી રહ્યાં છે.

No description available.

રણવીર સિહં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં 'ફેશન'નો પર્યાય છે અને આવું અમે કેમ કહી રહ્યા છે તેનું પણ એક કારણ છે. ફેશન અને સ્ટાઈલ ગેમ ગલી બોય રણવીર સિંહ પાસેથી કોઈ છીનવી શકે તેમ નથી. જ્યારે, હાલમાં રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં, રણવીરે એલેશાન્ડ્રો મિશેલના ગુચી કલેક્શન પહેર્યું છે. જેના કારણે હાલ તે ટ્રોલ થઈ રહ્યો છે. એલેશાન્ડ્રો મિશેલના કલેક્શનને ઘણા ફેમસ હોલીવૂડ સ્ટાર્સે પહેર્યા છે. જેમાં હેરી સ્ટાઈલ્સ, જેરેડ લેટો, માર્ગોટ રોબી, ટોમ હિડલસ્ટોન અને ડાકોટા જોહ્નસન જેવા એક્ટર્સ છે. ત્યારે., હવે રણવીર સિંહ પણ મિશેલના કલેક્શન પહેરીને ફોટો શેર કર્યા છે. જેના કારણે તે ટ્રોલ થઈ રહ્યો છે.
 

No description available.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'ALESSANDRO, MY BELOVED'. રણવીરે સાઈનિંગ બ્લૂ કલરનો ટ્રેકશૂટ પહેર્યો છે અને તેની સાથે ભારે સોનાની જ્વેલરી અને લાંબી હેર વિગ પહેરી છે. બીજા ફોટોમાં રણવીર સિંહે ગુચીનું JACKIE BAG હાથમાં રાખ્યું છે અને TRENCH COAT તેના ખભે રાખયો છે. જ્યારે, તેણે લાલ કલરની હેટ સાથે ફન્કી સનગલાસીસ પહેર્યા છે. પરંતું, રણવીરના આ ફોટો બાદ તે ખૂબ જ ટ્રોલ થઈ રહ્યો છે. કોઈએ તેને સસ્તો જેરેડ લેટો કહ્યો તો કોઈએ કહ્યું કે રણવીર દિપીકાના કપડા અને જ્વેલરી પહેરે છે. ત્યારે, તમે શું માનો છો રણવીરના આ લૂક વિશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news