ડિરેક્ટર ઓમંગકુમારે માર્યો માસ્ટરસ્ટ્રોક, પીએમ મોદીની ફિલ્મ માટે કરી 'આ' ખાસ તૈયારી 

ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીનો રોલ ભજવી રહ્યા છે

ડિરેક્ટર ઓમંગકુમારે માર્યો માસ્ટરસ્ટ્રોક, પીએમ મોદીની ફિલ્મ માટે કરી 'આ' ખાસ તૈયારી 

નવી દિલ્હી : 'મેરી કોમ' અને 'સરબજીત' જેવી ફિલ્મ સાથે સંકળાયેલા ઓમંગ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ફિલ્મ ડિરેક્ટર કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તેમણે ખાસ તૈયારી કરી છે. આ માટે ફિલ્મ નિર્માતા ઓમંગ કુમારે ગુજરાતની ખાસ જગ્યાઓનો પ્રવાસ કર્યો હતો અને એ જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં નરેન્દ્ર મોદીએ પોતાનું બાળપણ પસાર કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ માટે ઓમંગ કુમારે અમદાવાદ, વડનગર, મોઢેરા સૂર્ય મંદિર, પાટણ, ભુજ અને સફેદ રણની મુલાકાત લીધી છે. 

'પીએમ નરેન્દ્ર મોદી' મુવીનો ફર્સ્ટ લુક એકાદ અઠવાડિયા પહેલાં આવ્યો હતો. આ ફર્સ્ટ લુકમાં સૌથી વધારે ચર્ચા નરેન્દ્ર મોદીનો રોલ ભજવી રહેલા વિવેક ઓબેરોયના લુકની થઈ હતી. બધા લોકો જાણવા માગતા હતા કે આ રોલ માટે આખરે વિવેકની પસંદગી શું કામ કરવામાં આવી છે. જોકે હાલમાં ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે આ પસંદગી પાછળના કારણની સ્પષ્ટતા કરી છે. 

સંદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''ફિલ્મમાં લીડ રોલ માટે વિવેકની પસંદગી કરવા પાછળ અનેક કારણ છે. તેઓ અનુભવી અભિનેતા અને પર્ફોમર છે. વિવેક મનોરંજન ઉદ્યોગમાં છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યો છે. તેઓ બહુમુખી અભિનેતા છે અને એક જ સમયે કંપની અને સાથિયા જેવી ફિલ્મોમાં અલગઅલગ પ્રકારના રોલ બહુ સરળતાથી કર્યા છે. હું 2014થી સાંભળી રહ્યો છું કે પીએમ મોદીની બાયોપિકમાં મુખ્ય રોલ પરેશ રાવલ કરશે પણ અમે આ માટે ક્યારેય તેમનો સંપર્ક નથી કર્યો. ''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news