ગેરેન્ટેડ રિટર્ન અને સારા ફાયદા માટે આ સરકારી સ્કીમ છે બેસ્ટ, માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

જો તમે પણ પૈસા રોકવા માટે એક સારો વિકલ્પ શોધી રહ્યાં છો તો સરકારી પબ્લિક પ્રોવિડેન્ટ ફંડમાં રોકાણ કરી શકો છો. તેમાં નાની બચત કરી તમે મોટી રકમ ભેગી કરી શકો છો. જાણો પીપીએફમાં રોકાણ કરવાના ફાયદા...
 

Trending Photos

 ગેરેન્ટેડ રિટર્ન અને સારા ફાયદા માટે આ સરકારી સ્કીમ છે બેસ્ટ, માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

Investment Tips: પોતાના પૈસાની એક સારી સરકારી સ્કીમમાં રોકાણ કરવાની ઈચ્છા બધાની હોય છે. તેવામાં જો તમે પણ પૈસાનું રોકાણ કરવા માટે સારો વિકલ્પ શોધી રહ્યાં હોવ તો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PPF માં પોતાના પૈસા રોકી શકો છો. PPF માં રોકાણ કરવું ખુબ પોપુલર છે. તેમાં તમે થોડું રોકાણ કરી મોટું ફંડ બનાવી શકો છો. તેવામાં તમે તમારા પૈસાનું રોકાણ PPF માં કરી શકો છો.

માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
PPF માં રોકાણ કરવા માટે તમારે પોતાનું PPF એકાઉન્ટ ખોલાવવું પડશે અને તેમાં નિયમિત રોકાણ કરવું પડશે. તમે વાર્ષિક માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. વાર્ષિક રોકાણની મેક્સિમમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. એક વ્યક્તિ માત્ર એક PPF એકાઉન્ટ ખોલાવી શકે છે. વ્યાજની વાત કરીએ તો વર્તમાનમાં PPF ખાતા પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.

ટેક્સમાં પણ થશે બચત
PPFની પાકતી મુદત વિશે વાત કરીએ તો, તમે તેમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. આ પછી, તમે તેને 5-5 વખત સીલ કરીને આગળ લઈ શકો છો. આ સિવાય, જો તમે ઇચ્છો, તો તમે રોકાણના 6 વર્ષ પછી તમારી જરૂરિયાતો અનુસાર તમારું ભંડોળ પણ ઉપાડી શકો છો. પીપીએફમાં તમે ટેક્સ પણ બચાવો છો. PPF સ્કીમ આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની કરમુક્ત કપાતની સુવિધા પૂરી પાડે છે.

PPF થી આ રીતે બનશે 1 કરોડનું ફંડ
PPF થી જો તમે કરોડો રૂપિયાનું ફંડ ભેગું કરવા ઈચ્છો છો તો તમારે આ યોજનામાં 25 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રીતે રોકાણ કર્યા બાદ તમને મેચ્યોરિટી પર 1,03,08,015 કરોડ રૂપિયાનું ફંડ મળી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news