પતંગબાજો માટે મોટા સમાચાર, ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? અંબાલાલે શહેરો મુજબ કરી દીધી આગાહી
આવતીકાલે રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી થવાની છે. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. પતંગ ચગાવવા માટે પવન સારો હોય તે જરૂરી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે કેવો પવન રહેશે તેની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
આવતીકાલે 14 જાન્યુઆરી છે એટલે કે મકરસંક્રાંતિ છે. આ દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. પતંગ ચગાવવા માટે સારો પવન હોય તે જરૂરી છે. ગુજરાતમાં પોતાની ચોક્કસ આગાહી માટે જાણીતા અંબાલાલ પ્રમાણે દરેક શહેરમાં ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેની આગાહી કરી છે.
ઉત્તરાયણના દિવસે પતંગ રસીકોમાં પવન કેવો રહેશે તે જાણવાની ખુબ ઈચ્છા હોય છે અંબાલાલ પટેલે કહ્યું કે પવન અંગે જોઈએ તો મધ્ય ગુજરાતમાં સવારે પવનની ગતિ 6થી 13 કિમી પ્રતિ કલાકે ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં સવારે પવનની ગતિ 6થી 10 કિમી ફૂંકાશે. બનાસકાંઠા પાલનપુરમાં પવનની ગતિ ઓછી રહી શકે.
કચ્છના ભાગોમાં પણ 6થી 10 કિમી ફૂંકાશે. રાજકોટના સૌરાષ્ટ્રના ભાગોમાં 6થી 10 કિમી પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 6થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે. સુરતના 6થી 12 ગતિએ પવન ફૂંકાશે.
બપોર બાદ મધ્યમાં 15 કિમીની આસપાસ, ઉત્તર ગુજરાત 12 કિમીની આસપાસ, બનાસકાંઠાના ભાગોમાં પવનની ગતિ ઓછી રહી શકે. કચ્છના ભાગોમાં 10ની આસપાસ, સુરતના ભાગોમાં 9 કિમીની આસપાસ પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 13 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. સાંજે મધ્ય ગુજરાતમાં 9 સુધી પવન ફૂંકાઈ શકે. ઉત્તર ગુજરાત 6 કિમી પ્રતિકલાકે, કચ્છમાં 11 કિમી, બનાસકાંઠા 4 કિમી, સૌરાષ્ટ્ર 12 કિમી, ગાંધીધામના ભાગો પવનની ગતિ વધુ રહેશે.
ઉત્તર ગુજરાતમાં આંચકાનો પવન રહેશે. જેની ગતિ 22થી29 કિમી રહી શકે છે. બનાસકાંઠામાં 15થી 17 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરતમાં 18થી 21 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યુ કે સૂર્ય સવારે 8.54 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે.
Trending Photos