આ દેશમાં વાગી રહ્યા છે મહાપ્રલયના ભણકારા! આવી ગઈ છે ખતમ થવાની તારીખ, રહેવાસીઓ કરી રહ્યા છે હિજરત

Tuvalu Sinking Date: મહાપ્રલય આવવાનું છે, તેની ઘણી તારીખો પણ ભવિષ્‍યવક્‍તા જણાવી ચૂક્યા છે. પરંતુ વિશ્વમાં એક દેશ એવો છે જેના માટે કહી શકાય છે કે અહીં પ્રલય દસ્તક આપી રહ્યું છે અને ખતમ થવાની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે.

તુવાલુ ટાપુ

1/6
image

તુવાલુ ટાપુ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક એવો દેશ છે જે કેટલાક વર્ષોમાં વિશ્વમાં નકશોમાંથી ગાયબ થઈ જશે . આ દેશ દિન પ્રતિદિન તબાહીની તરફ આગળ વધી રહ્યો છે અને એક દિવસ સંપૂર્ણ ખતમ થઈ જશે.

ડૂબી રહ્યો છે તુવાલુ ટાપુ

2/6
image

ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વમાં આવેલો તુવાલુ ટાપુ ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રમાં ડૂબી રહ્યો છે. આ ટાપુ માટે ગરમ થતી ધરતી તબાહીનું કારણ બની રહી છે જે તેને સતત દરિયાના પાણીમાં ડૂબાવી રહી છે.

સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ

3/6
image

તુવાલુ ટાપુ, વેટિકન સિટી પછી વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ છે. અહીં માંડ 11 હજાર લોકો રહે છે. જેમણે પોતાનો જીવ અને ભાવિ પેઢીના જીવ બચાવવા અહીંથી હિજરત કરવી પડશે. તેમની પાસે આ એકમાત્ર વિકલ્પ છે.

સમુદ્ર સપાટીથી માત્ર 2 મીટર ઉપર

4/6
image

9 નાના-નાના રીંગ આકારના ટાપુઓ (એટોલ)માં સ્થિત તુવાલુ દેશની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી માત્ર 2 મીટર છે. છેલ્લા ત્રણ દાયકામાં તુવાલુમાં સમુદ્રનું સ્તર 15 સેન્ટિમીટર વધ્યું છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં દોઢ ગણું છે.

2050 સુધીમાં ડૂબી જશે

5/6
image

નાસા અનુસાર 2050 સુધીમાં તુવાલુના મુખ્ય એટોલ, ફનાફુટીનો અડધો ભાગ ડૂબી જશે. જેના કારણે વર્ષ 2023માં તુવાલુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમજૂતી થઈ હતી. આ સમજૂતી હેઠળ 2025થી દર વર્ષે 280 લોકો ઓસ્ટ્રેલિયામાં કાયમી ધોરણે વિસ્થાપિત થશે જેથી તે ડૂબતા પહેલા તમામ લોકો સુરક્ષિત આશ્રયસ્થાનો સુધી પહોંચી જાય.

પાણીથી ઘેરાયેલું છે પણ પાણી મળતું નથી

6/6
image

તુવાલુમાં ખારા પાણીએ ભૂગર્ભજળ દૂષિત કરી દીધું છે, જેના કારણે મીઠા પાણીની અછત સર્જાઈ છે. અહીં શાકભાજી અને ખાદ્યપદાર્થો ઉગાડવા માટે વરસાદનું પાણીને ટાંકીઓમાં એકત્ર કરવામાં આવે છે. અહીં ખૂબ જ મોટું જળસંકટ છે. અહીંના લોકો બાળકો પેદા કરવાથી ડરે છે કારણ કે તેઓ નથી જાણતા કે તેમનું ભવિષ્ય શું હશે?

Trending Photos