આખરે Neha Kakkarને કોણ કરી રહ્યું છે પરેશાન, જાણીને ચોંકી ઉઠશો

દુનિયાભરના કલાકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુશ્કેલ સમયમાં દર્શકોનું મનોરંજન કરવાનો પ્રય્તન કરી રહ્યાં છે. મહામારીના કારણે લોકડાઉન થયેલી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) આ સમયે તેના પરિવારની સાથે ઋષિકેશમાં સમય પસાર કરી રહી છે

આખરે Neha Kakkarને કોણ કરી રહ્યું છે પરેશાન, જાણીને ચોંકી ઉઠશો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારી દુનિયાભર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે, જેની સામે લડત આપવા માટે આવશ્યક વેક્સીન પણ હજુ સુધી ઉપલબ્ધ નથી થઈ શકી. એવામાં દુનિયાભરના કલાકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુશ્કેલ સમયમાં દર્શકોનું મનોરંજન કરવાનો પ્રય્તન કરી રહ્યાં છે. મહામારીના કારણે લોકડાઉન થયેલી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) આ સમયે તેના પરિવારની સાથે ઋષિકેશમાં સમય પસાર કરી રહી છે. કોરોના સંક્રમણના સમાચાર અને અફવાહ તેના અને તેના પરિવારને પરેશાન કરી રહી છે.

કોરોના કાળના પરેશાની ભર્યા સમયમાં નહા કક્કડ (Neha Kakkar)ને સૌથી વધારે ચિંતા ફેક ફોરવર્ડ મેસેજથી છે. જે લોકોને ખોટી રીતે ગુમરાહ કરી રહ્યાં છે. નહા કહે છે કે, મારા માતા પિતા સીનિયર સિટીઝન છે. જ્યારે તેઓ આ અફવાઓ સાંભળે છે, તો ગભરાઈ જાય છે. જે કાંઈ પણ ફોરવર્ડ મેસેજ અમને વ્હોટ્સએપ પર મળે છે તે હમેશા સત્ય નથી હતા.

એક બાજૂ તે આ વાતથી સહમત છે કે તેને બહારના ખાવાની યાદ આવે છે. તો બીજી તરફ તે કહે છે, ઈન્ડસ્ટ્રી બંધ થઈ રહી છે, જેનાથી દુનિયાભરમાં વાયુ પ્રદુષણમાં ઘટાડો આવ્યો છે. પાણી સ્વચ્છ થઈ ગયું છે. મને આશા છે કે, મહામારી દુર થયા બાદ આપણે પર્વાવરણ પ્રત્યે વધારે જાગૃત થઈશું.

નેહાનું કહેવું છે કે, આ સત્ય છે, લોકડાઉન (Lockdown) લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અશર કરે છે. પર જો માણસ કંઈક કરવાનું વિચારે છે તો તે જરૂર કરી શકે છે. આ બધું માત્ર આપણા દિમાગમાં હોય છે. જો તમે ડરો છો, તો તમે ક્લસ્ટ્રોફોબિક અનુભવ કરશો. નેહાએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, નવી વસ્તુ શીખો અને સ્વસ્થ ઉંગ લો. આ કલાકારો માટે ક્રિએટિવ કોન્ટેન્ટની સાથે  આવવાનો એક સારો સમય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news