સુઝેન ખાનની બહેન Farah Kahn Aliનો થયો COVID-19 Test, 29 એપ્રિલ સુધી ક્વોરન્ટાઈન

કનિકા કપૂર અને કરીમ મોરાની બાદ હવે જાણીતા અભિનેતા સંજય ખાનની દીકરી સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલી (Farah Khan Ali)નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે

સુઝેન ખાનની બહેન Farah Kahn Aliનો થયો COVID-19 Test, 29 એપ્રિલ સુધી ક્વોરન્ટાઈન

નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના વાયરસ (Coronavirus)ના કહેરમાં તમામ લોકો ભયભીત છે. કનિકા કપૂર અને કરીમ મોરાની બાદ હવે જાણીતા અભિનેતા સંજય ખાનની દીકરી સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલી (Farah Khan Ali)નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ 29 એપ્રિલ સુધી તેને ક્વોરન્ટાઈન થઈને રહેવું પડશે.

— Farah Khan (@FarahKhanAli) April 14, 2020

થોડા દિવસ પહેલા ફરાહને એક ટ્વિટ દ્વારા આ જાણકારી આપી હતી. કોરોનાના સમાચાર વાયરસથી પણ ઝડપી ફેલાય છે. મારા ઘરના સ્ટાફમાં એક કોરોના સંક્રમિત મળી આવ્યો છે. ઘરના બાકી તમામ સભ્યોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. અમે લોકોએ પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી લીધા છે. સુરક્ષિત રહો, મજબૂત રહો, આ સમય પણ પસાર થઈ જશે.

— Farah Khan (@FarahKhanAli) April 16, 2020

ત્યારે ફરાહને ગુરુવારે એક ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, તમામના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

— Farah Khan (@FarahKhanAli) April 16, 2020

તેણે બીજા ટ્વિચમાં જણાવ્યું કે, ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યા છતાં અમે 29 એપ્રિલ સુધી ક્વોરન્ટાઇનમાં રહીશું. તમે બધા સુરક્ષિત રહો અને ઘરે રહો. આ સમય પણ પસાર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news