માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...

Madhuri Dixit Beauty Secrets: માધુરીને પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી પણ ગમે છે. જોકે આ વાતનો આધાર તેમના મૂડ પર છે. માધુરીને દરરોજ એક કપ ચા પીવી ગમે છે. કારણ કે તેને પીધા પછી તેઓ પોતાની જાતને ફ્રેશ અને રિચાર્જ અનુભવે છે. 54 વર્ષની ઉંમરે માધુરી દીક્ષિત આ ડ્રિંક્સ પીને ત્વચાને રાખે છે યુવાન, શોધી-શોધીને ખોલ્યા છે માધુરીની Glowing Skinનાં રાઝ...

માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...

Skin Care Tips Of Madhuri Dixit: માધુરી દીક્ષિત અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બ્યુટી અને હેલ્થ ટિપ્સ શેર કરતી રહે છે. હાલમાં જ માધુરીએ એક પછી એક એવા ડ્રિંક્સ વિશે માહિતી આપી હતી જે તે નિયમિતપણે પીવે છે. માધુરી દીક્ષિત નેને 54 વર્ષની ઉંમરે પણ ડાન્સ ક્વીન છે. તેમની સુંદરતા યુવાનવયની યુવતીઓને પણ શરમાવે તેવી છે. જો તમે પણ તમારી વધતી ઉંમરને ગ્રેસફુલી ઈન્જોય કરવા માગતા હોવ, તો માધુરી દીક્ષિતના આ મનપસંદ પીણાંનું સેવન ચોક્કસથી કરો.

માધુરી કહે છે કે, આ બધા પીણાં તેને સ્વસ્થ-યુવાન અને ચમકદાર રહેવામાં મદદ કરે છે. કેટલાક પીણાં બોડી ડિટોક્સમાં મદદ કરે છે, જ્યારે કેટલાક સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. તે જ સમયે, કેટલાક પીણાં ત્વચાને હાઇડ્રેટ રાખવામાં અને ગ્લો વધારવામાં મદદ કરે છે. માધુરી દિક્ષિતની સુંદરતાનું રાજ એ પણ છેકે, એ આખો દિવસ પોતાની બોડીનું ધ્યાન રાખે છે. ભૂખ તેનાથી સહન નથી થતી. એટલે કે સમયાંતરે નક્કી કરેલાં ડાયટ પ્લાનને ફોલો કરે છે. અને મોટેભાગે લિકવિડ ડાયટ લેવાનું પસંદ કરે છે.

ટેન્ડર નાળિયેર પાણી-
માધુરી દીક્ષિતને નારિયેળ પાણી પીવાનું પસંદ છે. તે દરરોજ નાળિયેર પાણીનું સેવન કરે છે કારણ કે તેણે નારિયેળ પાણીને તેના દૈનિક આહારનો ભાગ બનાવ્યો છે. માધુરી કહે છે, 'હું મારા રોજિંદા જીવનમાં નારિયેળ પાણીનો સમાવેશ કરું છું. કારણ કે તે મારા તણાવને દૂર કરે છે, મારી ત્વચાને ચમકદાર રાખે છે અને મને સ્વસ્થ રાખે છે.

ચા પ્રેમી છે માધુરી-
તમને જાણીને નવાઈ લાગશે પણ તમારી ફેવરિટ ધક ધક ગર્લ ચાની દિવાની છે. એટલું જ નહીં, માધુરી પોતાની ચાને લઈને ખૂબ જ ગંભીર છે. એટલા માટે જ તેને શાંતિથી બેસીને ચાની દરેક ચુસ્કીની મજા લેવાનું પસંદ છે. માધુરીને પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી પણ ગમે છે. જોકે આ વાતનો આધાર તેમના મૂડ પર છે. માધુરીને દરરોજ એક કપ ચા પીવી ગમે છે. કારણ કે તેને પીધા પછી તેઓ પોતાની જાતને ફ્રેશ અને રિચાર્જ અનુભવે છે.

આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ  ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરા
આ પણ ખાસ વાંચોઃ  નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો?

 

માધુરીને ખાધા પછી છાશ પીવી ગમે છે:
સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએકે, દૂધ-દહીં ખાતા રહો તો શરીર ચાલશે. એના પાછળનું કારણ એ છેકે, એનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. એટલાં જ માટે માધુરી દિક્ષિત રોજ જમ્યા પછી છાશ પીવાનું પસંદ કરે છે. તેનાથી બોડીને ઠંડક મળે છે. અને ફેસ પરનો અને સ્કીન પરનો ગ્લો પણ વધે છે.

 

 

દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવે છે-
માધુરીની ચમકદાર અને યુવા ત્વચાનું એક રહસ્ય એ છે કે દરરોજ પૂરતું પાણી પીવું. તમારે દરરોજ ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ સાદુ પાણી પીવું જોઈએ. કારણ કે તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પૂરતું પાણી પીવાથી ત્વચા ડિટોક્સિ રહે છે અને શરીરમાં બનેલા હાનિકારક ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે ત્વચા ચમકદાર રહે છે. કરચલીઓ અને ફ્રીકલ્સની સમસ્યા નથી રહેતી.

નારિયેળ પાણી છે માધુરીની સુંદરતાનું સિક્રેટ: 

 

 

તમારી જાતને વારંવાર આપો આ થેરપી-
વિચારીને કહો કે, તમને માધુરીના ચહેરા પર સૌથી વધુ શું આકર્ષે છે. બેશક, માધુરીનું સ્મિત. માધુરી હંમેશા હસવાની આ કળા અને તેના ફાયદા વિશે સારી રીતે જાણે છે. તેથી જ તેના ચાહકોને આ વિશે જણાવતી વખતે, તેણીએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'સ્મિત એ એક મફત ઉપચાર જેવું છે. તેને અજમાવી જુઓ!’

આ પણ ખાસ વાંચોઃ​  અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વાર જે LED સ્ટમ્પને તોડી નાંખ્યું શું એની કિંમત જાણો છો?આ પણ ખાસ વાંચોઃ  કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે!
આ પણ ખાસ વાંચોઃ  IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news