Guru Rahu Yuti: 36 વર્ષ બાદ બની છે ગુરુ-રાહુની યુતિ, આ 3 રાશિવાળાના જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Guru Rahu Yuti 2023: હાલમાં જ 22 એપ્રિલના રોજ ગુરુ ગ્રહે પોતાની રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કર્યું છે. અહીં પહેલેથી રાહુ બિરાજમાન હતો. આ બંનેની યુતિથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થયું છે.
Trending Photos
Guru Chandal Yog Negative Impact on Zodiac Signs: વૈદિક જ્યોતિષ ગણતરી મુજબ તમામ ગ્રહ એક નિશ્ચિત સમય માટે રાશિ પરિવર્તન કરે છે. આ દરમિયાન જ્યારે કોઈ રાશિમાં બે ગ્રહોનું મિલન થાય છે ત્યારે તેને યુતિ કહે છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ રાશિની યુતિ શુભ અને અશુભ બંને પ્રભાવ આપે છે. હાલમાં જ 22 એપ્રિલના રોજ ગુરુ ગ્રહે પોતાની રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કર્યું છે. અહીં પહેલેથી રાહુ બિરાજમાન હતો. આ બંનેની યુતિથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થયું છે. જેની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ દરમિયાન અશુભ ફળ મળશે.
આ રાશિઓ પર પડશે નકારાત્મક અસર...
મેષ રાશિ
ગુરુ ચાંડાલ યોગથી મેષ રાશિના જાતકોનું મન અશાંત રહેશે. પોતાની ભાવનાઓને વશમાં રાખો. આ સમય તમને પ્રતિકૂળ અસર આપશે. આ દરમિયાન તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ માટે આ સમય યોગ્ય નથી. સ્વાસ્થ્યને લઈને ખાસ ધ્યાન રાખો. કોઈ પણ વાદ વિવાદમાં પડતા બચો.
મિથુન રાશિ
ગુરુ રાહુની યુતિ મિથુન રાશિના જાતકો માટે ખુબ ખતરનાક સાબિત થવાની છે. આ દરમિયાન પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો. જો રોકાણનું વિચારી રહ્યા હોવ તો કોઈ વિશેષજ્ઞની સલાહ જરૂર લો. આ સમય બિલકુલ યોગ્ય નહીં રહે. કૌટુંબિક માહોલ બગડી શકે છે. સંયમથી કામ લો.
કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુની યુતિ કર્ક રાશિના જાતકો માટે પણ નકારાત્મક પરિણામ લઈને આવશે. આ દરમિયાન જાતકોને અશુભ ફળ મળશે. સમયાંતરે મુશ્કેલીઓ આવી શકે છે. આથી સાવધાન રહેવાની જરૂર છે. ગુરુ રાહુની મેષમાં યુતિ તમારા જીવનમાં પરેશાનીઓનું તોફાન ઊભું કરી શકે છે. શત્રુઓથી સાવધાન રહો. તમારા માટે ષડયંત્ર રચાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે