THE KAPIL SHARMA SHOW: તમે પણ બની શકશો કપિલ શર્માના શોનો હિસ્સો

ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં હાલમાં કોમેડી શોમાં (Comedy Show) કપિલ શર્માનો શો લોકપ્રિયતા મામલે અગ્રેસર છે. નાના છોકરાઓથી લઈ વડીલ-વૃદ્ધ કપિલ શર્માના (Kapil Sharma) શોના ફેન્સ છે

THE KAPIL SHARMA SHOW: તમે પણ બની શકશો કપિલ શર્માના શોનો હિસ્સો

નવી દિલ્હી: ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં હાલમાં કોમેડી શોમાં (Comedy Show) કપિલ શર્માનો શો લોકપ્રિયતા મામલે અગ્રેસર છે. નાના છોકરાઓથી લઈ વડીલ-વૃદ્ધ કપિલ શર્માના (Kapil Sharma) શોના ફેન્સ છે. કપિલ શર્માના કોમેડી શોમાં (kapil sharma show) ઘણીવાર લોકો ઓડિયન્સ કેવી રીતે બનવું તેની જાણકારી મેળવવાના પ્રયત્ન કરતા હોય છે. હવે તેના ફેન્સ માટે ખુશખબરી છે જેને કપિલ શર્માએ જ આપી છે. હવે ઓડિયન્સ (Audience) નહીં પરંતું તમને એક જ સ્ટેજ પર તેની સાથે સ્ટેજ પર એક્ટિંગ (Acting) કરવાની તક મળશે.

હાલમાં કપિલ શર્મા શો (Kapil Sharma Show) બંધ છે અને તેને ટૂંક સમયમાં ફરી શરૂ કરવાનો છે, 'કપિલ શર્મા શો' ના મેકર્સ આ વખતે કઈક અલગ રીતે દર્શકો સામે આવવા માગે છે. એક્ટિંગમાં (Acting) કારકિર્દી બનાવનારાઓ માટે કપિલ શર્મા ખુશખબરી લઈને આવ્યો છે. કપિલ શર્મા તેના ફેન્સ માટે ખુશીનો ડબલ ડૉઝ લઈને આવ્યો છે. એક તો કપિલ શર્મા (Kapil Sharma) શો ફરી શરૂ થશે અને બીજો ડોઝ હવે ઓડિયન્સ પણ કપિલ શર્માના શોનો હિસ્સો બની શકશે. કપિલ શર્મા શોના મેકર્સે નવા ટેલેન્ટની શોધ હાથ ધરી છે. જો તમારામાં એક્ટિંગની આવડત છે કે અથવા તમને  સ્ક્રિપ્ટિંગનો શોખ છે તો આ તક તમારા માટે છે.

કપિલ શર્માએ સોશિયલ મીડિયામાં આપી જાણકારી
'કપિલ શર્મા શો'ના મેકર્સે ટ્વીટ કર્યું કે ' કપિલ શર્મા શો માટે ટીમ નવા એકટર્સ અને રાઈટર્સની શોધ કરી રહી છે, તમારી પાસે તક છે ભારતના લોકોને હસાવવાનો'. આ ટ્વીટ સાથે શોના મેકર્સે એક લિંક પણ શેર કરી છે જેના પર જઈને તમે તમારી એક્ટિંગ કે ટેલેન્ટના વીડિયો સેમ્પલ તરીકે અપલોડ કરી શકો છો, કપિલ શર્માએ આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને લખ્યું- ' મારું સિલેકશન તો થઈ ગયું છે, હવે તમારો વારો છે'

— Kapil Sharma (@KapilSharmaK9) March 25, 2021

જૂની સ્ટારકાસ્ટ સાથે જ શોની થશે વાપસી
આ શોમાં હાલ કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને અર્ચના પૂરણસિંહ પહેલેથી કામ કરી રહ્યા છે. આ સિઝનમાં આ કલાકારો ફરી તમને હસાવવા આવશે.

પુત્રનો જન્મ થતા કપિલે લીધો બ્રેક
કપિલ શર્મા અને ગિન્ની ફેબ્રુઆરીમાં ફરી પેરેન્ટ્સ બન્યા છે. કપિલની પત્નીએ ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો છે. અગાઉ કપિલ શર્મા દીકરીના પિતા બન્યા હતા. ફેમિલી સાથે સમય પસાર કરવા માટે કપિલ શર્માએ બ્રેક લીધો છે. કપિલ શર્માનો શો ફરી તેના ફેન્સને હસાવવા પરત ફરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news