પોર્ન કિંગ તરીકે જેલની હવા ખાતો જોવા મળ્યો રાજ કુંદ્રા, જેલમાં ઉતર્યા કપડા, લોકોએ મારી લાતો, ફિલ્મ UT 69 નું Trailer રિલીઝ

UT 69 Trailer: જેલમાં રાજ કુંદ્રા સાથે શું થયું અને તેણે કેવી રીતે દિવસો પસાર કર્યા તે સ્ટોરી રાજ કુંદ્રાની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં એ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રાજ કુંદ્રાનું નામ ઉછાળવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

પોર્ન કિંગ તરીકે જેલની હવા ખાતો જોવા મળ્યો રાજ કુંદ્રા, જેલમાં ઉતર્યા કપડા, લોકોએ મારી લાતો, ફિલ્મ UT 69 નું Trailer રિલીઝ

UT 69 Trailer: અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુંદ્રાને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાં પસાર કરેલા સમયમાં રાજ કુંદ્રા સાથે શું થયું અને તેને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું તે દર્શાવતી ફિલ્મ UT 69 નું ટ્રેલર રિલીઝ થયું છે. જેલમાં રાજ કુંદ્રા સાથે શું થયું અને તેણે કેવી રીતે દિવસો પસાર કર્યા તે સ્ટોરી રાજ કુંદ્રાની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં એ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રાજ કુંદ્રાનું નામ ઉછાળવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

આ પણ વાંચો:

ફિલ્મના ટ્રેલર ની શરૂઆત ન્યુઝથી થાય છે જેમાં કહેવામાં આવે છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને એડલ્ટ ફિલ્મ બનાવવાના કેસમાં જેલ જવું પડ્યું છે. ત્યાર પછી જેલમાં રાજ કુંદ્રાએ કેવી રીતે દિવસો પસાર કર્યા તેની એક ઝલક દેખાડવામાં આવી છે. એડલ્ટ ફિલ્મ બનાવવાના કેસમાં રાજ કુંદ્રા જ્યારે જેલમાં જાય છે ત્યારે તેની સાથે પોલીસવાળા અને કેદીઓએ કેવું વર્તન કર્યું તે પણ દેખાડવામાં આવ્યું છે.

રાજ કુંદ્રાની આ ફિલ્મનું ટ્રેલર શિલ્પા શેટ્ટી એ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યું છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, " ઓલ ધ બેસ્ટ કૂકી, તમે બહાદુર વ્યક્તિ છો, જે વાતના હું સૌથી વધારે વખાણ કરું છું." 

રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપમાં જેલમાં જવું પડ્યું હતું. તેના પર આરોપ હતો કે હોટશોટ નામની એક એપ્લિકેશન વડે તે અશ્લીલ ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. જેના કારણે તેને કેટલાક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news