દેશમાં વધતા આક્રોશથી ચિંતામાં છું, હસો અને ધૈર્ય બનાવી રાખોઃ સોનૂ નિગમ

ગાયક સોનૂ નિગમનું કહેવું છે કે, દેશમાં વધી રહેલા રોષથી તે ચિંતામાં છે અને ઈચ્છે છે કે, લોકો હસે અને ધૈર્ય બનાવી રાખે. 

દેશમાં વધતા આક્રોશથી ચિંતામાં છું, હસો અને ધૈર્ય બનાવી રાખોઃ સોનૂ નિગમ

નવી દિલ્હીઃ પાકિસ્તાની સંગીતકારો અને 'મી ટૂ' જેવા અભિયાનો પર પોતાની ટિપ્પણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા સોનૂ નિગમનું કહેવું છે કે, દેશમાં વધી રહેલા રોષથી ચિંતામાં છે અને તે ઈચ્છે છે કે, લોકો હસે અને ધૈર્ય બનાવી રાખે. સોનૂ નિગમે એક મીડિયા સંમેલમાં અનુ મલિકનું સમર્થનકર્યું હતું. નિગમે કહ્યું હતું કે, જે સન્માનનીય મહિલા ટ્વીટર પર આડી અવળી વાતો કરી રહી હતી, તે એવા વ્યક્તિની પત્ની છે જેને હું ખૂબ નજીક માનું છું. પરંતુ તે આ સંબંધની ભૂલી ગઈ છે. હું શિષ્ટાચાર બનાવી રાખવા ઈચ્છીશ. તેના પર ગાયિકા સોના મહાપાત્રાએ મલિકને સતત પજવણી કરતો વ્યક્તિ ગણાવ્યો હતો. 

તેના પર સફાઇ આપતા સોનૂએ કહ્યું કે, દેશમાં આક્રોશને લઈને ખુબ ચિંતામાં છે. શિષ્ટાચારની જરૂરીયાત છે. જે પ્રકારની ભાષાનો પ્રયોગ લોકો કરે છે તે આશ્ચર્યજનક છે. જે પ્રકારની ભાષાનો પ્રયોગ તેણે (સોના) કર્યો તેમાં ઘણો દ્રેશ હતો. મેં મારા દરેક નિવેદનમાં મર્યાદા જાળવી હતી. આપણે હસવાની અને સંયમ રાખવાની જરૂર છે. આ વિશે સોનૂએ કહ્યું કે, મારે જ્યારે કંઈ કહેવું હસે તો હું તે કહીશ જેના પર મને વિશ્વાસ છે. હું સત્ય બોલિશ. આંખને જોઈને આંખ.. આ મારી વસ્તુને પહોંચી વળવાની રીત નથી. તેનાથી માત્ર મોબ લિંચિગ (ટોળા દ્વારા હત્યા), રોડ રેજ (રોડ પર ચાલકો દ્વારા હિંષક રોષ વ્યક્ત કરવો) જેવી ઘટનાઓ થાય છે. 

ઉલ્લેખનીય છે કે સોનૂએ એક ક્રાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, તે પાકિસ્તાનથી હોત તો તેને ભારતમાં કામ કરવાની વધુ તક મળત. ત્યારબાદ તેણે આ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ નિવેદન તેણે સંગીત જગતમાં હાલની સ્થિતિના સંદર્ભમાં આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news