11માં કાર્નિવાલની આરંભ: બુલેટટ્રેનની પ્રતિકૃતિ અને સ્વામીનારાયણ પાઇપ બેન્ડ બન્યું આકર્ષણનું કેન્દ્ર

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 11મું વર્ષ રહેશે. જેની શરૂઆત 25મી ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરીયા કાર્નિવલમાં તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે.

11માં કાર્નિવાલની આરંભ: બુલેટટ્રેનની પ્રતિકૃતિ અને સ્વામીનારાયણ પાઇપ બેન્ડ બન્યું આકર્ષણનું કેન્દ્ર

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 11મું વર્ષ રહેશે. જેની શરૂઆત 25મી ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરીયા કાર્નિવલમાં તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. જેનો લ્હાવો લેવા માટે શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવ્યા હતા. 

વર્ષ 2008થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ, કે જે હવે શહેરની ઓળખ બની ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હંમેશની જેમ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોક નૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો અને આતશબાજીનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે ચાલુ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પણ ઉજવાઇ રહી હોવાથી તે નિમીતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

તો આ તરફ ચાલુ વર્ષે કેટલાક નવા નજરાણા લોકાના આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને બુલેટટ્રેનની પ્રતિકૃતી રૂપી સંપૂર્ણ વાતાનુંકુલીત ટ્રેન, ઇલેક્ટ્રીક કાર,  અને તરતી રેસ્ટોરન્ટ ખાસ આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત પણ સાતેય દિવસ સુધી વિવિધ લાઇવ કેરેક્ટર, કલ્ચરર કાર્યક્રમો અને અન્ય આયોજનો મુલાકાતીઓના આકર્ષણના કેન્દ્ર બન્યા હતા. 

નોંધનીય છે કે, સાત દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે 22 થી 25 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. જેને લઇને મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તંત્રએ સુરક્ષા સંબંધી પણ તમામ વ્યવસ્થા કરી દીધી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news