આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં

તમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે. 

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા અનેક  હસ્તી છે જેમની પાસે ખુબ પ્રોપર્ટી છે. આ સ્ટાર્સની નેટવર્થ જાણીને લોકો હેરાન રહી જાય છે. જો બી ટાઉનમાં સૌથી અમીર સેલિબ્રિટીની વાત કરીએ તો લોકોને તો એમ જ થતું હશે કે શાહરૂખ ખાન કે સલમાન ખાન સૌથી વધુ પૈસાવાળા હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એવું જરાય નથી. બોલીવુડની સૌથી અમીર વ્યક્તિ જે છે ત્યાં સુધી તો સલમાન ખાન અને શાહરૂખ ખાન હજુ પહોંચ્યા જ નથી. જાણો બોલીવુડના એકમાત્ર અબજપતિ વ્યક્તિ કોણ છે અને તેમની કેટલી નેટવર્થ છે. 

આ છે બોલીવુડની અબજપતિ વ્યક્તિ
બોલીવુડના સૌથી ધનિક સેલિબ્રિટીની વાત કરીએ તો તેમનું નામ રોની સ્ક્રૂવાલા છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ ફિલ્મ પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાની નેટવર્થ 12800 કરોડ રૂપિયા છે. તેઓ બોલીવુડના સૌથી ધનિક વ્યક્તિ છે અને ઈન્ડસ્ટ્રીના પહેલા અબજપતિ છે. તેઓ ફિલ્મો પ્રોડ્યૂસ કરે છે. જાણો તેમના વિશે.

બનાવ્યાં ટૂથબ્રશ
રોની સ્ક્રૂવાલાએ પોતાની કરિયરની શરૂઆત એક બિઝનેસમેન તરીકે કરી. તેમણે 70ના દાયકામાં ટુથબ્રશ બનાવવાની કંપની બનાવી. વર્ષ 1981માં તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા. ભારતમાં જ્યારે ફક્ત દુરદર્શનનો દબદબો હતો ત્યારે તે સમયે રોની સ્ક્રૂવાલાએ કેબલ ટીવીની શરૂઆત કરી હતી. રોની સ્ક્રૂવાલાએ કેબલ ટીવી દ્વારા મનોરંજનનું સ્તર બદલી નાખ્યું. 

આરએવીપી નામની કંપની બનાવી
રોની સ્ક્રૂવાલાએ વર્ષ 1990માં યુટીવી સોફ્ટવેર કોમ્યુનિકેશન નામની કંપની બનાવી. તેમણે વર્ષ 2012માં આ કંપનીને 1.4 બિલિયન ડોલરમાં વેચી મારી. ત્યારબાદ આરએસવીપી નામની કંપની શરૂ કરી જે ફિલ્મો બનાવે છે. 

અનેક કંપનીઓમાં રોકાણ
રોની સ્ક્રૂવાલાની આરએસવીપીએ અનેક ફિલ્મો બનાવી છે. રોની સ્ક્રૂવાલા ફક્ત આ કંપનીથી કમાણી કરે છે એવું નથી તેમણે અલગ અલગ કંપનીઓમં રોકાણ કર્યું છે. રોની સ્ક્રૂવાલાની નેટવર્થ આગળ સલમાન ખાન અને શાહરૂખ ખાન ક્યાંય ટકતા નથી. એક રિપોર્ટ મુજબ શાહરૂખ ખાનની નેટવર્થ 7300 કરોડ રૂપિયા જ્યારે સલમાન ખાનની નેટવર્થ 3000 કરોડ રૂપિયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news