આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયર ખલ્લાસ થઈ ગયું!

ભારતનો એક ક્રિકેટર એવો પણ છે જેની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ખલ્લાસ થઈ ગઈ હતી. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતો હતો. પરંતુ આ ધૂરંધરની ક્રિકેટ  કરિયર ખરાબ રીતે તબાહ થઈ ગઈ.

આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયર ખલ્લાસ થઈ ગયું!

ભારતનો એક ક્રિકેટર એવો પણ છે જેની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ખલ્લાસ થઈ ગઈ હતી. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતો હતો. પરંતુ આ ધૂરંધરની ક્રિકેટ  કરિયર ખરાબ રીતે તબાહ થઈ ગઈ. આ ક્રિકેટર ટીમ ઈન્ડિયાનો આગામી અનિલ કુંબલે પણ ગણાતો હતો. પરંતુ આ ખેલાડી પોતે એ નહતો જાણતો કે તેની ક્રિકેટ કરિયરનો અંત આટલો દુ:ખદ રીતે થશે. 

મહાન બનવાથી ચૂકી ગયો
ભારત માટે વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચો રમાનારા લેગ સ્પીનર રાહુલ શર્માનું નામ તો લગભગ યાદ હશ. જ્યારે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં નવો નવો આવ્યો તો તેના લાંબા  કદ અને ઘાતક લેગ સ્પીન બોલિંગના કારણે તેની અનિલ કુંબલે સાથે સરખામણી થવા લાગી હતી. રાહુલ શર્મા આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, પુણે વોરિયર્સ ઈન્ડિયા, દિલ્હી  કેપિટલ્સ, અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમોનો  ભાગ રહી ચૂક્યો છે. રાહુલ શર્માએ વર્ષ 2010માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ માટે આઈપીએલ ડેબ્યુ કર્યું હતું. 

ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર
રાહુલ શર્મા આઈપીએલ 2011માં તે વખતે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 14 મેચોમાં 5.46ના ઈકોનોમી રેટથી 16 વિકેટ લીધી હતી. રાહુલ શર્માની ઘાતક બોલિંગ સામે બેટ્સમેન રન બનાવવા માટે  તરસી જતા હતા. રાહુલ શર્માએ પોતાના આ પ્રદર્શનના દમ પર ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. રાહુલ શર્માએ વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈન્દોર વનડે દ્વારા પોતાની ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. રાહુલ શર્માને ત્યારબાદ વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારત માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવાની તક મળી હતી. 

પોલીસ રેડમાં પકડાયો
રાહુલ શર્માએ ભારત માટે 4 વનડે અને 2 ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે પરંતુ ત્યારબાદ  ફ્લોપ શોના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવાયો. રાહુલ શર્માએ ટીમ ઈન્ડિયા માટે 4 વનડે મેચોમાં 6 વિકેટ અને 2 ટી20 મેચમાં 3 વિકેટ લીધી હતી. રાહુલ શર્માએ આઈપીએલ કરિયરમાં 44 મેચ રમી, જેમાં 40 વિકેટ લીધી હતી. વર્ષ 2012માં આઈપીએલ દરમિયાન મુંબઈના જૂહુમાં એક રેવ પાર્ટીમાં પોલીસની રેડ દરમિયાન રાહુલ શર્મા પકડાયો હતો. 

ફરીથી તક ન મળી
ત્યારે રાહુલ શર્માની સાથે આઈપીએલ 2012માં પુણે વોરિયર્સ ઈન્ડિયા માટે રમતા સાથી ખેલાડી વેન પાર્નેલે કહ્યું હતું તે તેઓ નશો કરતા નથી અને ખોટા સમયે ખોટા સ્થાન પર સમય વીતાવી રહ્યા હતા. મુંબઈ પોલીસે ત્યારે જૂહુ સમુદ્રતટ  નજીક ઓકવુડ પ્રીમિયર હોટલમાં દરોડો પાડીને બંને ખેલાડીઓને પકડ્યા હતા. રાહુલ શર્મા સાઉથ આફ્રીકાના ઓલરાઉન્ડર વેન પાર્નેલ સાથે એક રેવ પાર્ટીમાં ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. અત્રે જણાવવાનું કે ટેસ્ટ દરમિયાન બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કાંડ બાદ તેમણે વર્ષ 2013માં ફરીથી એકવાર આઈપીએલમાં વાપસી કરી હતી પરંતુ ટીમ ઈન્ડિયામાં રમવાની તક ફરી મળી નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news