Satish Kaushik Death: અભિનેતા અને ડાયરેક્ટર સતિષ કૌશિકનું નિધન, 67 વર્ષની વયે લીધા છેલ્લા શ્વાસ
બોલીવુડના જાણીતા અભિનેતા અને ડાઈરેક્ટર સતિષ કૌશિકનું નિધન થયું છે. આ દુખદ સમાચાર તેમના નીકટના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આપ્યા. તેમણે લખ્યું કે જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત હું જીવતા જીવ ક્યારેક મારા જીગરી મિત્ર સતિષ કૌશિક વિશે લખીશ એ મે સપનામાં પણ વિચાર્યું નહતું.
Trending Photos
બોલીવુડના જાણીતા અભિનેતા અને ડાઈરેક્ટર સતિષ કૌશિકનું નિધન થયું છે. આ દુખદ સમાચાર તેમના નીકટના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આપ્યા. તેમણે લખ્યું કે જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત હું જીવતા જીવ ક્યારેક મારા જીગરી મિત્ર સતિષ કૌશિક વિશે લખીશ એ મે સપનામાં પણ વિચાર્યું નહતું.
અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું કે 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
સતિષ કૌશિકે 67 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કરી દીધા. અનુપમ ખેરે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે સતિષ તારા વગર જીંદગી પહેલા જેવી નહીં રહે
મિસ્ટર ઈન્ડિયા ફિલ્મથી મળી હતી ઓળખ
સતિષ કૌશિક બોલીવુડના જાણીતા અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડાયરેક્ટર, અને નિર્માતા હતા. તેમનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. બોલીવુડમાં પોતાનો બ્રેક મેળવતા પહેલા તેમણે થિયેટરમાં કામ કર્યું હતું. ફિલ્મ અભિનેતા તરીકે તેમને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરથી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણએ 1997માં દીવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતિષ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે સર્વશ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યો હતો.
સતિષ કૌશિકે શાળાના અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો. કિરોડીમલ કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધુ હતું. તેમણે 1983માં બોલીવુડમાં પ્રવેશ કર્યો. 1985માં તેમણે શશિ કૌશિક સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન બાદ તેમના જીવનમાં દુખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમના પુત્રનું માત્ર 2 વર્ષની વયે નિધન થયું હતું.
Colourful Happy Fun #Holi party at Janki Kutir Juhu by @Javedakhtarjadu @babaazmi @AzmiShabana @tanviazmi.. met the newly wed beautiful couple @alifazal9 @RichaChadha.. wishing Happy Holi to everyone 🌹🌹🌹🌺🌺🌺🌺 #friendship #festival #Holi2023 #colors pic.twitter.com/pa6MqUKdku
— satish kaushik (@satishkaushik2) March 7, 2023
સતિષ કૌશિકની છેલ્લી ટ્વીટ
બોલીવુડ અભિનેતા સતિષ કૌશિકે 7 માર્ચના રોજ બોલીવુડના સેલેબ્સ સાથે હોળી રમી હતી. જાવેદ અખ્તર અને શબાના આઝમીની હોળી પાર્ટીમાં સતિષ કૌશિકે ખુબ મસ્તી કરી હતી. જે તેમની છેલ્લી ટ્વીટથી જોઈ શકાય છે. સતિષ કૌશિકના અચાનક નિધનથી સિને જગત હચમચી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે