ઓપન થતાં પહેલા ધમાલ, પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા, 29 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO

Upcoming IPO: શેર બજારમાં આવતા સપ્તાહે વધુ કેટલીક કંપનીના આઈપીઓ આવી રહ્યાં છે. તેમાં એક વિષ્ણુસૂર્યા કંપનીનો એસએમઈ આઈપીઓ પણ છે. આ આઈપીઓ ગ્રે માર્કેટમાં 45 ટકા પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે. 

ઓપન થતાં પહેલા ધમાલ, પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા, 29 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO

Vishnusurya Projects and Infra IPO Details: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)માં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમને ઉપયોગી થઈ શકે છે. આગામી સપ્તાહે ઈન્વેસ્ટમેન્ટ માટે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ ઇન્ફ્રા (Vishnusurya Projects and Infra IPO)નો છે. આવો જાણીએ વિગત....

ક્યારે ખુલશે આ ઈશ્યૂ
વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રા આઈપીઓ 29 સપ્ટેમ્બરે ખુલશે અને 4 ઓક્ટોબરે બંધ થશે. વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રા આઈપીઓ દ્વારા 50 કરોડ ભેગા કરવા માટે એક એનએસઈ એસએમઈ  (NSE SME)આઈપીઓ છે. વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રા આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

શું છે  GMP?
વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાનો આઈપીઓ આજે 24 સપ્ટેમ્બરે ગ્રે માર્કેટમાં 30 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેર 98 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે શેર એલોટ થાય તો પ્રથમ દિવસે 45 ટકા સુધીનો નફો થઈ શકે છે. નોંધનીય છે કે આ આઈપીઓનું સંભવિત એલોટમેન્ટ 9 ઓક્ટોબરે થશે અને 12 ઓક્ટોબરે કંપની શેર બજારમાં ડેબ્યૂ કરશે. 

કંપનીનો કારોબાર
વિષ્ણુસૂરિયા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રાનું નિર્માણ વિશ્લેષકો, સેવા પ્રદાતાઓ, કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ અને સલાહકારોની એક નાની અને સમર્પિત ટીમ સાથે વર્ષ 1996માં એક જવાબદાર ભવિષ્યના નિર્માણના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું. પ્રમોટર અને પ્રમોટર જૂથ એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC), ખાણકામ, શિક્ષણ, ટેક્નોલોજી, જોખમ ઘટાડવા, મીડિયા, કન્સલ્ટન્સી, ડ્રોન વગેરેમાં ફેલાયેલા વિવિધ વ્યવસાયોમાં રસ ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news